________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
વસ્તુના સ્વભાવને ભૂલે એને દૃષ્ટિરાગ આવે : પછી બચવું ભારે ! માટે દેવ, ગુરુ અને ધર્મ તે આ જ, હું માનું છું તે જ એમ ન કહો, પણ આપણે કહી ગયા તે મુજબ લક્ષણો હોય તે જ એમ કહો. તે જ રીતે વડીલ પણ તે કે જે વારસામાં રહેલ આત્માનું હિત ચિંતવે.
૨૪
સંસાર દુ:ખમય જ છે ઃ
સંસારી જીવો જે રાગ, દ્વેષ અને મોહથી પીડિત હોય, તેણે શારીરિક ને માનસિક દુ:ખ સહેવા તૈયાર રહેવું જ જોઈએ, કારણ કે એના યોગે દુઃખ સિવાય કંઈ છે જ નહિ. સંસાર તો દુ:ખમય, દુઃખફલક (દુઃખ છે ફળ જેનું) અને દુઃખની પરંપરાવાળો છે, એમાં શંકા જ શી ? એથી જ સંસાર છોડવા જેવો છે એમ કહેવું પડે છે : અને તે કેવળ સુખને જ માટે છે. ‘સુખ જોઈએ’-એમાં બે મત નહિ, તો પછી ‘સંસાર છોડવા જેવો છે'-એ વાતમાં પણ બે મત કેમ હોઈ શકે ? સંસારનો સંબંધ છૂટ્યા વિના આત્માને કદી જ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી, એ વાત સુનિશ્ચિત છે. જ્ઞાની પુરુષો તો સંસારને દુ:ખમય જ જણાવે છે, પરંતુ સંસારમાં રહેલા પણ સંસારમાં સુખ છે એમ જોરપૂર્વક નહિ કહી શકે. એમનો અનુભવ પણ સંસારમાં સુખ હોવાની ‘ના' કહે છે. કોઈ કહ્યું-કાવ્યું કહે તે ન મનાય. અને-‘મારું સાચું’-એવો દુરાગ્રહ રાખનારનું પણ ન મનાય. સંસારમાં કોઈ તો એવા કંટાળે છે કે ક્યારે છૂટીએ એમ એમના મનમાં થયા જ કરે. જ્યારે પથારીએ પડે, લવરી કરે, ત્યારે સાંભળજો ! બહારથી લાલ દેખાય, પણ હૃદયમાં જુદું જ. બહાર ન કહે પણ એકાંતમાં પૂછજો. નામાંકિત કે શ્રીમાનને પૂછો કે ‘કેમ છે ?' તો તે તરત કહેશે કે ‘જવા દે ને ! છે તે ઠીક છે, જે રીતે ઘડાયા-પંકાયા તે માટે તે રીતે રહેવું પડે-ફરવું પડે : કપડામાં કે રીતભાતમાં ફેરફાર ન થાય : મોટરમાં જ ફરાય : બહારનો દેખાવ જરા ગયો તો પાઘડી ઊછળે માટે ગાડું જેમ ગબડતું હોય તેમ ગબડવા દે : અહીંના તહીં, આમના તેમ કરવા દે : આબરૂ ટકે એટલે બસ !' માટે ‘સંસાર ભયંકર ચીજ છે’ – એનો કોઈ પણ વિચક્ષણથી ઇનકાર થઈ શકે તેમ નથી. સંસારમાં આસક્ત બનેલાઓ ગમે તે કહે, પણ આત્માને પૂછો અને વિચારો તો સ્પષ્ટ રીતે સમજી શકાશે કે આ સંસાર દુ:ખમય, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો છે' - એમ જે જ્ઞાનીપુરુષોએ કહ્યું છે અને કહે છે તે તદ્દન સત્ય જ છે.
સભા : સંસા૨ને છોડવાથી પણ સુખ ક્યાં દેખાય છે ?
Jain Education International
300
For Private & Personal Use Only
www.jainelibrary.org