________________
૨ : હેય અને ઉપાદેયનો વિવેક 22
દુર્બળ છે, નાશવંતુ છે, સડવું-પડવું અને નાશ પામવું એ એનો સ્વભાવ છે. સડન-પડન-વિધ્વંસન સ્વભાવવાળું છે. રૂપિયાની રૂપિયાભાર ચીજ ખવરાવો, દશ વા૨ નવરાવી-ધોવરાવી સાફ કરો, દરેક રીતે સાફ રાખો, તેલ-ફુલેલ લગાવો, કસ્તૂરીનો લેપ કરો, પુષ્ટિ કરે તેવા પદાર્થો શરીરમાં નાખો, પણ અંતે પરિણામે શું ? વસ્તુના સ્વભાવને ઓળખો તો વાંધો ન આવે. ગમે તેવી રીતે શરીરને સાચવો તોયે પરિણામે શું ? આ જાણીએ તો શરીર માટે પાપ થાય ? નહિ જ.
299
મહર્ષિ ધનાકાકંદી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા ઃ પારણામાં આયંબિલ કરતા : આયંબિલમાં આહાર એવો લેતા કે જેના ઉપર માખી પણ ન બેસે : ઘી-દૂધ તો નથી જ, પરંતુ ખીચડીમાં પણ રસ તો છે ને ! ત્યાં માખી બેસે પણ એ તો કોલસા જેવા થઈ ગયેલા ખીચડીના બળેલા પોપડા વગેરે, એવા એવા આહારથી નિર્વાહ કરતા. બીજા પણ મહર્ષિઓ કેવળ નિર્મમ ભાવે જે કાંઈ મળે તેનો સંયમના નિર્વાહ માટે ઉપયોગ કરતા. ત્યાં એમ મનાય કે ‘એ આહાર પણ ધર્મસાધનાર્થે કરતા.' પણ વસ્તુના સ્વભાવથી ઊલટા થઈ જવું કેમ પાલવે ? શરીરને ધર્મસાધન બનાવવા માટે નિભાવવામાં આવે એ જુદી વાત છે, પણ જેઓ શરીર પાસે ચોવીસે કલાક પાપ કરાવે અને કહે કે ધર્મ માટે પોષીએ છીએ'-તેઓ કેવા કહેવાય ? બાર મહિનામાં એક-બે દિવસ ધર્મ કરાવે અને રોજ પાપ કરાવે અને પાછા ઉપરથી કહે કે ધર્મ માટે પોષીએ છીએ’-તે કેમ ચાલે ? પેઢી માંડી તે દાન દેવા માટે કે વેપાર કરવા માટે ? દાનની ભાવના હોય તોયે કેટલી ? કિંચિત્ ! આંગળીના વેઢાનાયે કેટલામે ભાગે ? હા, એ ઠીક કે જેટલું દાન દેવાયું એટલી લક્ષ્મી ફળી, પણ કાંઈ પેઢી દાન માટે છે એમ કહેવાય ? લક્ષ્મી આદિની મૂર્છા વિનાના તો સંસારમાં જ શું કામ રહે ? અને ધર્મ માટે લક્ષ્મીની ઇચ્છા, એ તો નિષિદ્ધ જ છે. હોય તો સદુપયોગ કરવાની છૂટ છે, પરંતુ સદુપયોગના નામે પાપથી પેદા કરવાની છૂટ નથી. એ તો વગર કારણે સાફ કપડાંને ધોવા માટે મેલું કરવા જેવી વાત છે.
૨૩
જેને શરીરનો સ્વભાવ સમજવામાં આવી જાય, તે મૂંઝાય નહિ : ભલે ભોજન આપે, રક્ષા કરે, પણ માને કે ‘અંતે એ મારું રક્ષણ કરનાર નથી.' સાપને દૂધ પાઈએ તો ઝેર થાય, એ પયઃપાન નકામું જ ને ? શરીરને બહુ પુષ્ટિ શું કામ આપે ? વસ્તુના સ્વભાવને ઓળખી વળગે એને દૃષ્ટિરાગ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org