________________
૨૨
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
298
અસર મને થાય એ ભય હતો : આંખ મળે શરમ થાય તો ? દાક્ષિણ્ય આવે તો? માટે આંખ નીચી ઢાળી હતી. પુણ્યવાન આત્માને દાક્ષિણ્ય ન આવે પણ સંભવ ખરો, એટલે બચવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ. અમુક વ્યક્તિને જ દેવ માનવી, એવો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આગ્રહ નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તો અરિહંતને દેવાધિદેવ મનાવવાનો આગ્રહ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
"भवबीजाङ्करजनना, रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ।।१।।" “સંસારબીજનાઅંકુરને પેદા કરનારા રાગાદિક દોષો જેના ક્ષય પામી ગયા છે, તે પછીનામથી ચાહે તો બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો કે જિન હો, તેને અમારો નમસ્કાર હો' કેવી અને કેટલી સુંદર મનોવૃત્તિ ! પણ તેમાં પાછું પોલાણ કે અજ્ઞાનતાભર્યું ચાપલ્ય તો નહિ જ કે “ગમે તેવા પણ દેવ ચાલે!પણ દેવાધિદેવ તો તે જ, કે જેમાં રાગદ્વેષ નહિ, અઢારે દોષમાંથી એક પણ દોષ નહિ અને સર્વજ્ઞ-વીતરાગ હોય છે : પછી એમનું કામ ગમે તે હોય. ગુરુ પણ ફલાણા એમ નહિ, પણ જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ ચાલનારા હોય, શ્રી જિનેશ્વરદેવનું કહેલું જ કહેનારા હોય, સામાયિકને નહિ મૂકનારા અર્થાત્ સામાયિકમાં જ રહેનારા હોય અને રત્નત્રયી સિવાય બીજું કંઈ પણ ન બોલનારા હોય તે જ : તથા ધર્મ પણ તે જ કે જે કરવાથી વિષયનો વિરાગ થાય, કષાયનો ત્યાગ થાય, ગુણનો અનુરાગ થાય અને ઉત્તમ ક્રિયાઓમાં અપ્રમત્તાવસ્થા આવે.એવો જ ધર્મ આદરણીય.માબાપ તથા વડીલ પણ તે, કે જે પોતાના સંતાનને-વારસને હિતમાર્ગે વાળે ! ઊંધે માર્ગે વાળે તેન માતા,નપિતા કેનવડીલ!આ માન્યતા હોય તો દૃષ્ટિરાગ આવે જ શી રીતે ? અમુક જ દેવ, અમુક જ ગુરુ, અમુક જ ધર્મ, પછી તે ગમે તેવા હોય તો પણ એમાં મારાપણું-એ માન્યતા તે દષ્ટિરાગ છે. વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ :
વસ્તુના સ્વરૂપને અંગીકાર કરી વસ્તુને માનવી. આ બધા ધર્મ તો સાધન ધર્મ : પણ અંતિમ તો ‘વષ્ણુસવો ઘો-વસ્તુનો સ્વભાવ તે ધર્મ !” વસ્તુના સ્વભાવને વળગીને જ વસ્તુને માનવી. શરીરના સ્વભાવનો ખ્યાલ હોય તો તેમાં મોહ પામીએ ? નહિ જ. શાસ્ત્ર અને અનુભવ કહે છે કે શરીર પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org