________________
451
––
– ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉમૂલન - 32 –
–
૧૭૫
એ જ રીતે પ્રભુના શાસનમાં પણ એવા અપ્રામાણિકો માટેની તેવી જાહેરાત કરવી જ પડે, કારણ કે, તે જાહેરાત વસ્તુના સત્ય સ્વરૂપને ઓળખાવનારી હોઈ સ્વપર ઉભયનું હિત કરનારી છે. ગોળ તથા ખોળને એક કોટિમાં ન મૂકો
અનંતજ્ઞાની શ્રી વીતરાગદેવને પણ જેટલા કુનયો તથા જેટલાં કુદર્શનો હતાં, તેને તે હતાં તેવાં કહેવા જ પડ્યાં છે. તે ખોટાં છે, અયોગ્ય છે” – એમ સ્પષ્ટપણે કહેવું જ પડે. ખોટાની ખોટા તરીકે જાહેરાત, સાક્ષાત શ્રી જિનેશ્વરદેવોએ પણ કરી છે અને કરી છે તેથી તો અનેક આત્માઓ ખોટાથી બચી. સત્યને અપનાવી મુક્તિ સાધી શક્યા છે અને આપણે સત્ય પામી શક્યા છીએ.
સુદેવના સ્વરૂપનું વર્ણન કરતાં કુદેવને પણ ઓળખાવી દીધા, સુગુરુનું વર્ણન કરતાં કુગુરુનું પણ એવું વર્ણન કર્યું, કે એના એક એક દોષને અખંડપણે બતાવ્યો. સુધર્મનું સ્પષ્ટીકરણ કરતાં કુધર્મનું પણ નિરૂપણ કરી દીધું. આથી સ્પષ્ટ જ છે કે વસ્તુના સ્વરૂપવર્ણનને નિંદા તરીકે ઓળખાવનારા મહા અજ્ઞાની છે. એટલી વાત સાચી છે કે, વસ્તુનું વર્ણન કરતાં કોઈના પ્રત્યે પણ દુર્ભાવ ન હોવો જોઈએ. માત્ર એક જ હેતુ હોવો જોઈએ અને તે એ જ કે અયોગ્યના સંસર્ગથી પોતે બચે અને સહયોગમાં આવનારા પણ બચે. આથી જ કહ્યું કે| ‘તે જ ભાવાચાર્ય કે જે શ્રી જિનેશ્વરદેવના મતને સમ્યફ પ્રકારે પ્રકાશિત કરે.' શ્રી જિનેશ્વરદેવના મતને સુંદર રીતે પ્રકાશિત કરનારા ભાવાચાર્ય શ્રી તીર્થકર દેવ જેવા છે. એવા તારક ભાવાચાર્યની આજ્ઞા જે ન માને, તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પણ વિરાધક છે.”
આથી સ્પષ્ટ છે કે “જે શ્રી જિનેશ્વરદેવના આગમની દરકાર કર્યા વિના, સમયાદિના બહાને યથેચ્છ બોલે તે ભાવાચાર્ય નથી : માટે એની આજ્ઞા માનવી એ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને વિરાધવા બરાબર છે.” આ જાતનો વિવેક સમ્યગ્દષ્ટિમાં હોવો જોઈએ. | ‘અહીં પણ હું અને તહીં પણ હું' - એવા વિચાર સમ્યગ્દષ્ટિ આત્મામાં ન હોય. સમ્યગ્દષ્ટિ આત્મા એટલે શાસનનો પક્કામાં પક્કો અનુયાયી : આસક્તિ અનાદિના યોગે વિરતિનો અમલ ન પણ થાય, પરંતુ એ વસ્તુસ્વરૂપની શ્રદ્ધામાં તો પક્કો જ હોય. તે ધર્મની બાબતમાં “કાંઈ નહિ” એમ ન કહે. તે પોતાની ધર્મક્રિયાઓ બાબતમાં જેમ તેમ પોલ ન ચલાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org