________________
૧૭૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
450
વચનનું જ વર્ણન કરવું જોઈએ. એ અનુયોગ જ જગતના પ્રાણી માત્ર માટે, સ્વપર ઉભયને માટે હિતાવહ છે : બાકીની વાતો સ્વપર માટે ઘાતક છે. આથી જ શાસ્ત્રોમાં તે જ આચાર્યને ભાવસૂરિ તરીકે અને તીર્થકરતુલ્ય તરીકે ઓળખાવેલ છે, કે જે આચાર્ય સમ્યક રીતે શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશિત કરે. જે આચાર્ય જિનમતનો અતિક્રમ કરે છે, તેને તો શાસ્ત્રમાં પુરુષ તરીકે નહિ, પણ કાપુરુષ તરીકે ઓળખાવેલ છે. તેવા કાપુરુષો શ્રી જેનશાસનમાં અવંદનીય તરીકે જ સુપ્રસિદ્ધ હોય છે.
જિનમતથી વિપરીત પ્રકાશના આચાર્ય માટે શાસ્ત્રોમાં એવું એવું વર્ણન કરવામાં આવ્યું છે, કે જેથી તેના માટે એક લેશ પણ પૂજ્યભાવ કોઈ પણ ભવ્ય આત્માના અંતઃકરણમાં ન રહી શકે; કારણ કે, તેવા પ્રત્યેનો પૂજ્યભાવ આત્મા માટે એકાંતે અહિતકર છે.
શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશિત કરનારને જેટલા પૂજ્ય કહ્યા છે, તેટલા જ તેથી વિપરીત કહેનારને અપૂજ્ય કહ્યા છે. કારણ કે, તે શ્રી જિનેશ્વરદેવના શાસનનું ઉત્થાપન કરી સ્વપર ઉભયનું એકાંતે અકલ્યાણ કરનાર છે. એવા એકાંતે અકલ્યાણ કરનારાઓથી કલ્યાણના અર્થી આત્માઓને ચેતવવા, એ અતિશય જરૂરી વસ્તુ છે. એવા આત્માઓનું પ્રભુના શાસનમાં એક ફૂટી કોડી જેટલું પણ વજન રહેવું ન જોઈએ, કારણ કે, એવાઓનું વજન એ શાસનને ભયંકરમાં ભયંકર હાનિ પહોંચાડનાર છે.
જેમ વ્યવહારમાં સારા પણ શેઠને અપ્રામાણિક બનેલા મુનીમને રજા પણ આપવી પડે છે અને તેનાથી પેઢીને અને લાગતાવળગતાઓને જોખમમાં ન મુકાવું પડે, તે ખાતર પોતાના મુનીમ માટે પણ યોગ્ય જાહેરાત કરવી પડે છે તેમ શાસનમાં પણ પાકેલા અપ્રામાણિક આચાર્ય આદિ માટે તેવી જ રીતે શાસનમાંથી દૂર કરવા સાથે યોગ્ય જાહેરાત કરવાનું વિધાન છે. આત્મકલ્યાણના રસ્તાઓને રૂંધનાર આત્માઓથી જનતાને સાવચેત કરવી, એ તો હરેક હિતેષીની ફરજ છે. તમારા નામે હજારોનો વહીવટ કરનાર જ્યારે અપ્રામાણિક બને અને ઊંધું છતું કરવા માંડે, ત્યારે તમે તમારા બધા આડતિયાને, લાગતીવળગતી પેઢીને, સ્નેહીસંબંધીને અને વેપારી આલમને હવેથી એને અમારા નામે રાતી પાઈ પણ ધીરવી નહિ.' - આ પ્રમાણે જાહેર કરો છો યા નહિ ?
સભા : બચાવ માટે તેમ કરવું જ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org