________________
૧૨ : સન્માર્ગ સ્થાપના - ઉન્માર્ગ ઉમૂલન
શ્રી જિનમતથી વિપરીત વસ્તુનું વર્ણન કરનાર પુરુષ નહિ પણ કાપુરુષ છે :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મંગલાચરણ તથા પીઠિકા કરતાં ફરમાવી ગયા કે, શ્રી અરિહંત ભગવાનના વચન સિવાય વિશિષ્ટ વિવેક પેદા થતો નથી, અને એવા વિવેકની પ્રાપ્તિ વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ સમજાતું નથી તથા એ સમજાયા વિના રાગ, દ્વેષ અને મોહ જતા નથી, અને એ રાગાદિ જાય નહિ ત્યાં સુધી સુખની પ્રાપ્તિનો સંભવ પણ નથી માટે સ્વપરના સુખ માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ.
કલ્યાણ માટે અનુયોગ કરવો હોય તો શ્રી અરિહંતદેવના વચનનો જ કરવો. અનુયોગ એટલે વ્યાખ્યાન-વર્ણન. શેનું ? શ્રી અરિહંતદેવના વચનનું. અનુયોગ કોણ કરે ? સુખનો અર્થી. કોના માટે ? સુખના અર્થી માટે. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સુખ છે નહિ.
ટીકાકાર મહર્ષિ કહે છે કે, શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને અમે આરંભીએ છીએ. દુનિયાની બધી વસ્તુ અમે જોઈ, પણ સાચું સુખ અહીં છે.
શ્રી અરિહંતદેવ કોને મનાય ? જેમનામાં રાગનો સર્વથા અભાવ થયો હોય તેમને ! રાગ ગયો ત્યાં ષ તો ગયેલો જ છે, અને મોહ પણ ગયો જ છે. શ્રી અરિહંત ભગવાનનું વચન કોઈને અહિતકર હોય જ નહિ. ભાગ્યહીન આત્મા એવું બનાવી લે એનો ઉપાય નહિ, બાકી શ્રી અરિહંતદેવનું વચન તો એકાંતે સુખ જ આપનારું છે, એમાં જરાયે શંકા નથી. આ મહાત્માઓને એમના વચનમાં જેવો વિશ્વાસ છે, તેવો વિશ્વાસ જ આપણો જામી જાય તો કામ થઈ જાય.
શ્રી અરિહંત ભગવાન તો હોય તેવું કહે. હેયને હેય, શેયને જોય તથા ઉપાદેયને ઉપાદેય કહે. જુદું કહેવાનું કોઈ જ કારણ નથી.
ટીકાકાર મહર્ષિ કહે છે કે, સુખના અર્થીએ સુખના અર્થ માટે શ્રી અરિહંતદેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org