________________
૧૨: સન્માર્ગ સ્થાપન - ઉન્માર્ગ ઉમૂલન
5
• શ્રી જિનમતથી વિપરીત વસ્તુનું વર્ણન છે આચાર્ય કુમત તરફ કરડા જ હોય ?
કરનાર સત્પરુષ નહિ પણ કાપુરુષ છે : • સંસારના અથાણાને ધર્મમાં ફેરવી નાંખો : • ગોળ તથા ખોળને એક કોટિમાં ન મૂકો : ૦ શાસનસેવામાં સર્વસ્વનો સદુપયોગ કરી દેવામાં
વ્યક્તિરાગ હાનિકર છે પણ ગુણરાગ હાનિ શી ? અનિવાર્ય છે :
• મોતથી ડરીને વંદન છોડાય ? • આત્મા જેટલો આજ્ઞાથી બહાર તેટલો ભયંકર : ૯ ધર્મ કરતાં કસોટી તો થશે જ :
વિષયઃ ઉપદેણાકનું સ્વરૂપ, સંઘની પૂજ્યતાનો આધાર આજ્ઞાપાલન, શાસનસેવાર્થે
સર્વસ્વ બલિદાન મંગળનું અભિધેય. પ્રવચનનો પ્રારંભ જ શુદ્ધકરૂપક આચાર્યનું તીર્થકરતુલ્યત્વ અને વિપરીત દેશકનું કાપુરુષત્વ બતાવતાં થયો છે. દેવ ગુરુ ધર્મના સ્વરૂપમાં ગોળ-ખોળ ન્યાય અપનાવાય નહિ એ વાત કરી વ્યક્તિરાગ ટાળી ગુણરાગ કેળવવા ઉપર ભાર આપ્યો છે, જિનાજ્ઞાની ઉપેક્ષાથી થતું અહિત બતાવ્યું છે અને અવસરે કટુ બોલી - કરીને પણ સન્માર્ગ સાચવવો કેમ જરૂરી છે તે વાત મજાની રીતે વર્ણવી છે. અર્થીપણું જે સંસારનું છે તેને ધર્મમાં ફેરવી દેવું, પાપની પરંપરા અટકાવવી, ધર્મની પરંપરા ચલાવવી ગમે તેવી કસોટી આવે તો પણ અકાર્ય ન કરવું તેમ સત્કાર્ય કર્યા વિના રહેવું જ નહિ વગેરે વાતોના મર્મને પ્રકાશવા અંગારમÉકાચાર્ય, હરિશ્ચંદ્ર વસુરાજા, અર્જુન માળીના પ્રસંગે સુદર્શન શેઠ આદિ દૃષ્ટાંતો પણ આપ્યાં છે.
મુવાક્યાત
• જે આચાર્ય જિનમતનો અતિક્રમ કરે છે, તેને તો શાસ્ત્રમાં સત્પરુષ તરીકે નહિ, પણ કાપુરુષ
તરીકે ઓળખાવેલ છે. • આત્મકલ્યાણના રસ્તાઓને રૂંધનાર આત્માઓથી જનતાને સાવચેત કરવી, એ તો દરેક હિતૈષીની
ફરજ છે. • હૈયામાં કોઈ પ્રત્યે દુર્ભાવ રાખ્યા વિના કરાતા વસ્તુના સ્વરૂપવર્ણનને નિંદા તરીકે ઓળખાવનારા
મહાઅજ્ઞાની છે. • પરીક્ષા કરી યોગ્યના ચરણમાં શિર ઝુકાવે તે સમ્યગ્દષ્ટિ. ૦ વર્તમાનની હીલના એટલે અજ્ઞાનીનો બકવાદ અને પ્રભાવનાનો અભાવ એ ધર્મીનો પ્રસાદ • પરંપરા ચાલે તેવું પાપ ધર્મને બહાને પણ ન થાય. • સમતાથી સહન કરે એનાં કર્મ ખપે અને નવાં કર્મ બંધાય નહિ. • હાય-હાય કરે, એ કર્મ છોડે થોડાં અને બાંધે ઘણાં. • ધર્માત્મા જેમ જેમ કસોટી ઉપર ચડે, તેમ તેમ તેનો ઉદય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org