________________
- ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 – ૧૭૧ ટોળું વધારવાની બુદ્ધિથી હિતકર કડવું, જરૂરી છતાં નહિ કહેનારા ફરજથી ચૂકે છે.
વ્યાખ્યાનમાં વધુ માણસો આવશે તો અમારું માનપાન વધશે' - આ માન્યતા, એ પાપ માન્યતા છે. ભલે ટોળું લાખોનું થાય, પણ અમારું સંયમ જાય તો અમારે માટે પણ ખાડો તૈયાર છે. મહાપુરુષોને પણ કર્મે નથી છોડ્યા, તો અમને કેમ છોડે ? જરા પ્રમાદથી નિગોદ સુધી ચાલ્યા ગયા છે, તો અમારી શી હાલત થાય ? માટે એક ગેરંટી અને તે એ જ કે આગમથી વિરુદ્ધ કોઈ પણ ભોગે ન જ જવું જોઈએ. આજ્ઞા કદાચ પૂરેપૂરી ન પળે, પણ માન્યતા તો અણીશુદ્ધ રહેવી જ જોઈએ. શાસનને બચાવવાની વાત તો હજુ દૂરની છે પણ પોતાની જાતને પણ બચાવવા માટે આગમની આજ્ઞાનો ઘાત થાય તેવી સઘળી કાર્યવાહીથી બચવા માટે નિરંતર સાવધ રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org