________________
૧૭૭
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
2
જેમ કુશળ વેપારી ચોપડા તૈયાર રાખવામાં કીટ હોય, એ મેળ કાલ ઉપર ન રાખે. નાના વેપારીઓને ત્યાં કદી એમ બને કે આજનો મેળ કાલ ઉપર રહી જાય, જોકે એ પણ માને કે ઠીક નહિ છતાં રહી જાય એ બને પણ કુશળ વેપારી કે જ્યાં લાખોની લેવડદેવડ થાય, લાખોનો વહીવટ થાય ત્યાં આજનો મેળ કાલ ઉપર ન રહે. એના ચોપડા તો દીવા જેવા હોય. જ્યારે માગો ત્યારે તૈયાર. અરધી રાતે પણ કોઈ હિસાબ માગવા આવે, એમ એ વેપારી સમજે છે. જો એ વખતે તૈયારીનો અભાવ હોય, તો પોલ છે એમ શંકા થાય. એને ત્યાં દિવસનો કાચો ખરડો પણ રાતે પાકો થઈ જાય અને સવાર થતાં તો અગર સવારે તો ખાતાવહી પણ તૈયાર જ હોય. રકમ ખતવાઈ પણ જાય. જુદા જુદા કામ ઉપર માણસો નિયત જ હોય.
રાજતંત્રનાં કામ ઓછાં હોય છે? વાઇસરોય પણ છાપામાં શું શું આવે તે બધું જાણે. એમના ટેબલ ઉપર બધો રિપોર્ટ તૈયાર જ હોય. “આ શી પંચાત' એમ કરે તો ? ઘેર જવું પડે. વાઇસરોય પણ તૈયાર કેવા હોય ? ગમે ત્યારે, ગમે ત્યાં લઈ જાઓ, તે વખતે ગમે તે વ્યવહારુ વિષય ઉપર બોલવા તૈયાર. બધી વાતો એમના ટેબલ પર તૈયાર જ હોય. નજીવો માણસ બોલે તેની પણ નોંધ તેઓ પાસે હોય, કારણ કે રાજ્ય ચલાવવું છે. એવી જ રીતે સમ્યગ્દષ્ટિ આત્માએ પણ કલ્યાણકારી ક્રિયાઓ માટે નિરંતર સાવધ રહેવું જ જોઈએ.
શાસનની સેવા કરવી, એ સમ્યગ્દષ્ટિ આત્માની અનિવાર્ય ફરજ છે. શાસનમાં રહેલા સહુએ પોતપોતાની ફરજ સમજી, તેનો ઉચિત અમલ કરવો જ જોઈએ. ફરજનો ઉચિત અમલ છતી શક્તિએ પણ નહિ કરનારો શાસનની થતી હાનિમાં કારણભૂત થાય છે. શક્તિ મુજબ પ્રયત્ન કર્યા પછી પણ જો હાનિ થાય, તો કહી શકાય કે ભવિતવ્યતા' પણ, વગર પ્રયત્ન તેમ કહેવું, એ ફરજ પ્રત્યેની ખુલ્લી બેદરકારી જ કરી ગણાય.
શાસન પ્રત્યેની ફરજનો ઉચિત અમલ તે જ કરી શકે, કે જે ગોળ અને ખોળને એક ન માને. આથી જ હું કહું છું કે “ગોળ ને ખોળ એક કોટિમાં ન જ મૂકો.” વસ્તુને સમજવામાં તથા સમજાવવામાં સમ્યગ્દષ્ટિ આત્મા એક્કો હોવો જોઈએ. એની વાતચીતમાં શ્રી જિનેશ્વરદેવના મતની ઝાંખી થાય. શ્રાવક દુકાનને પણ પાઠશાળા જેવી બનાવે. એ પુણ્યાત્માનાં વિચાર, વાણી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org