________________
૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગે ઉન્મૂલન – 32
વર્તન એવાં હોય કે એને ઘેર, એની પેઢી પર અને એના સહવાસમાં આવનારાને શ્રી જિનેશ્વરદેવના મતની જાણ થયા વિના રહે નહિ.
453
સભા : હાલ એવા નથી.
એમ કહી દીધે ચાલે ? બનવું પડશે. કોઈ નથી જ એમ ન કહેવાય. છે પણ, અને તમારે પણ બનવું પડશે.
૧૭૭
વ્યક્તિરાગ હાનિકર છે, પણ ગુણરાગ અનિવાર્ય છે ઃ
માન્યું કે ‘તેવી શક્તિ વગેરે નથી.' એ બધું જે કહો તે કબૂલ, પણ જે છે તે કેમ ન હોય ? વ્યવહારમાં જે બનાવો છો, તેનો ઉપયોગ અહીં કરવો પડશે. ગમે તેવો કૃપણ હોય, પણ શરીર ઉપર આફત આવે ત્યારે ડોકટર કહે કે ‘પાંચ હજાર રૂપિયા હશે તો મટશે' - તો શું કહે ? એ કહે કે ‘છ હજાર લો, પણ સાહેબ મટાડો.' કહો કૃપણતા ક્યાં ગઈ ? કહેવું જ પડશે કે ‘લક્ષ્મી કરતાં શરીર ઉપર રાગ વધારે છે. માટે કૃપણતા પણ ચાલી ગઈ.' શાસન ઉપર પણ એવો રાગ જોઈએ.
સભા ઃ શાસન ઉપરના એવા રાગ માટે તો પૂર્વના સંસ્કારો જોઈએને ?
એકાંત કાયદો નથી કે પૂર્વના સંસ્કારો જોઈએ જ. જ્યારે ને ત્યારે તો નવું જ ને ! સંસ્કારવાળો જલદી પામે, પેલો ધીમે ધીમે પામે, પણ મુદ્દો એ કે પામવા ધારે તો પામે.
શરીર ઉપરની આપત્તિના પ્રસંગે શ૨ી૨પ્રેમીની કૃપણતા આપોઆપ ખસી જાય છે. આથી જ કહી શકાય કે શાસનનો રાગી આત્મા ભલે કૃપણ પણ હશે, પણ એની લક્ષ્મી શાસનના કામમાં જરૂ૨ આવશે. એને જણાશે કે શાસન ઉપર આફત છે અને તે મારી લક્ષ્મીથી ટળે છે અને શાસનનો ટકાવ થાય છે, ત્યારે કૃપણ પણ પોતાની લક્ષ્મી આપી દેશે : પણ શરત એટલી જ કે તેને, શરીરપ્રેમીને જેટલો રાગ શરીર ઉપર હોય છે, તેથી પણ અધિક પ્રેમ શાસન ઉપર હોવો જોઈએ.
બજારનું કામ હોય, કંઈ ભાવમાં ફેરફાર હોય, તો શ્રી જિનપૂજામાં, વ્યાખ્યાનમાં કે બીજી ધર્મક્રિયાઓમાં ગાબચી મારી જાઓ, પણ ગમે તેવી મોસમ ચાલતી હોય તે વખતે પેટમાં શૂળ ઊઠે તો ? જેમ શરીર માટે બધું તજાય છે, તેમ બધું ધર્મ માટે તજાય એવી દશા આવવી જોઈએ. આ દશા ત્યારે જ આવે, કે જ્યારે વસ્તુ ઉપર સાચો રાગ પેદા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org