________________
૧૭૮
–
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
454
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વ્યક્તિરાગ ન જોઈએ, પણ પદરાગ જોઈએ. અમારા ખોખા ઉપર ન મૂંઝાઓ. - “અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ,' - એ પાંચ પદોનો રાગ હોવો જોઈએ. એ પદ જ્યાં હોય ત્યાં ઝૂકવાનું. પદ ન હોય, માત્ર વ્યક્તિ જ હોય, એ ન ચાલે. કેવળ ખોખા ઉપર મૂંઝાયા તો કોઈ દિવસ માર્યા જશો. માટે ગુણ હોય ત્યાં જ ઝૂકો. આત્મા જેટલો આજ્ઞાથી બહાર તેટલો ભયંકર :
વર્તમાનમાં અને દરેક કાળમાં હાનિ વ્યક્તિરાગ જ કરે છે. જીવ ઘણા પ્રકારના છે. કોઈ કેવા હોય અને કોઈ કેવા હોય. ગુણ જોઈને જ ઝૂકનારા વિરલા. શ્રી જિનેશ્વરદેવની બધીય આજ્ઞાઓ બધાથી જ સમજી શકાય, એ તો અશક્ય અને અસંભવિત: પણ તેમને માર્ગે ચાલનારા આવું તો ન જ કહે, એ તો ખુશીથી સમજી શકાય. અને શ્રી જિનેશ્વરદેવને ઓળખ્યા એટલે પછી મુનિ તો સહેજે ઓળખાય જ. “મુનિ પણ શ્રી જિનેશ્વરદેવના માટે અમારા” એમ સમ્યગદૃષ્ટિ આત્માને તો નિશ્ચિત જ હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરે તે જ મુનિ, અને તે જ શ્રાવક. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એ જ ફરમાવ્યું કે “આજ્ઞાની અંદર વિચરતો શ્રી સંઘ માતાપિતા સરખો છે અને મોક્ષરૂપ ઘરના સ્તંભ સમાન છે. પણ તે જ સંઘ જો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી બાહ્ય હોય, તો સર્પ જેવો ભયંકર છે. આથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તે જ શ્રી સંઘ પૂજ્ય કોટિમાં છે. વ્યવહારમાં પણ વાસ્તવિક રીતે અમુક શેઠ કે શાહુકાર શાથી ? પ્રતિષ્ઠા હોય એથી જ. પ્રતિષ્ઠાહીન થઈ જે પોતાને શેઠ કહેવરાવે, તેને કેવો કહેવાય ?
સભા: શેઠ નહિ પણ શઠ.
પ્રતિષ્ઠા ગઈ એટલે શેઠાઈ ગઈ. એવી જ રીતે શ્રી સંઘ પૂજ્ય, એમાં જરાયે વાંધો નહિ; પણ આજ્ઞાયુક્ત હોય તે જ. આજ્ઞા બહાર હોય તે તો સર્પ જેવો ભયંકર જ.
વ્યવહાર કહે છે કે માતાપિતા હોજો, પણ માતા સાપણ જેવી ન હજો ! સાપણ ઘણા બાળકને જન્મ આપે, પણ ભાગ્યવાન હોય તે જ બચે. એ બચ્ચાંઓ ભાગવા માંડે તો જ એમાંથી એક-બે બચે : કારણ કે સાપણ એવી ભયંકર ભક્ષિકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org