________________
૧૬ઃ આજ્ઞાની આધીનતા એ મહામંગળઃ
સિદ્ધિ ક્યારે થાય?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવે છે કે શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના સાચો વિવેક જાગતો નથી અને એ જાગે નહિ ત્યાં સુધી હેય, શેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. એ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી. એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખ જતું નથી અને સુખની પ્રાપ્તિ થતી નથી. માટે સુખના અર્થીએ, સુખના અર્થી પાસે શ્રી અરિહંતદેવના વચનનો અનુયોગ કરવો જોઈએ. કારણ કે શ્રી અરિહંતદેવના વચનમાં જ જગતના જીવોનું સુખ સરજાયેલું છે. સઘળા જીવોને સુખ કેમ થાય ? - એ માટે જ જ્ઞાનીએ આ બધી વાત કહી.
શ્રી અરિહંતદેવનું વચન, એ કોઈ બીજી સાધના માટે નથી, પણ આત્માના અનંત સુખની જ સાધના માટે છે. એ વચનનો અનુયોગ કરતાં ન આવડે તો, જેટલાં સુખનાં સાધન તેટલાં જ દુઃખનાં સાધનરૂપે પરિણમે, પણ એ વચન તો દુઃખનું સાધન નથી જ. એ તો દુઃખનું સાધન કહે જ નહિ. આપનાર તથા લેનાર યોગ્ય હોય, તો તે વચનના અમલ દ્વારા સુખની સાધના ઘણી સુંદર રીતે થાય. આપનાર તથા લેનાર બેય ઉત્તમ કોટિના આત્મા હોય, તો આ જ્ઞાનીનાં વચનો તો એકાંતે અનંત સુખને માટે જ છે. લેનારમાં યોગ્યતા ન હોય, તો એના યોગે જે હાનિ થાય છે, તે બીજી રીતે ન થાય. જે નિસરણી ચડાવે તે ચૂક કરનારને એવો પટક કે જમીન પરથી પડે ત્યારે ન ભાંગે તેવાં હાડકાં ભાગે. દોષ નિસરણીનો કે ચડાવનારના પ્રમાદનો ?
સાધક કોણ ? સાધ્યના સાધનને આધીન થાય તે સાધક ! સાધનને પોતાના જેવાં બનાવે તે સાધક નહિ. સાધક તો સિદ્ધપુરુષને, સિદ્ધપુરુષની આજ્ઞાને અને સિદ્ધપુરુષે કહેલાં અનુષ્ઠાનોને સાધવા પ્રાણની પણ દરકાર ન કરે, તો એ સાધ્ય સાધી શકે. જો એ સિદ્ધને ભૂલે , એમની આજ્ઞાને ભૂલે તથા એમણે ઉપદેશેલાં અનુષ્ઠાનોને પોતાની મરજી મુજબ ફેરવે, તો એનો આત્મનાશ ન થાય તો શું થાય ? સાધવું છે અને સાધક બનવું નથી એ ચાલે ? સાધવું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org