________________
૧૬ : આજ્ઞાની આધીનતા એ મહામંગળ :
36
• સિદ્ધિ ક્યારે મળે ? • સાચા સાધક બનો ! • શાસનમાં દ્વાદશાંગી કોની ચાલે ? • જ્ઞાન ગુરુને આધીન છે ! • આજ્ઞાધીનતાએ મહામંગળ છે :
વિષયઃ સાધના, સાધક અને સિદ્ધિનું સ્વરૂપ. સિદ્ધની આજ્ઞાનું મહત્વ. શુભનું
શ્રય વડીલોને જ. સાધના સાધનને આધીન થાય તે સાધક, સાધનને પોતાના જેવા બનાવે તે સાધક નહિ.' આ ધ્રુવપદની આસપાસ આ પ્રવચન ખીલ્યું છે. સાધનરૂપ દ્વાદશાંગી પણ જે સુધર્માસ્વામીજીની ચાલે છે તે પણ આજ્ઞાધીન હતા. એના યોગે જ એમનું વચન પરમ આદેયતાને પામ્યું. મહાજ્ઞાની - ચાર ચાર જ્ઞાનના સ્વામી હોવા છતાં એ આજ્ઞાને જ પરાધીન રહેતા એ જ એમની મોટાઈ. ટૂંકા પ્રવચનમાં પણ મુદ્દો સરસ ઉપસાવેલો જોવા મળે છે. શાસન પામેલાની હૈયા-સ્થિતિ કેવી હોય ? એ માટે પૂ. શ્રી હરિભદ્રસૂરી મહારાજના બે શિષ્યો ગૌતમસ્વામીજી અને તાપસો તેમજ આદ્રકુમાર - અભયકુમારના ટૂંકા પ્રસંગો પણ લેવામાં આવ્યા છે.
મુવાક્યાતા
• સાધ્યના સાધનને આધીન થાય તે સાધક. • સાધનને પોતાના જેવા બનાવે તે સાધક નહિ. • સાધવું હોય ત્યાં શિથિલતા ન ચાલે, ત્યાં તો સમર્પિત થવું જોઈએ. • દુનિયા આગળ વધે છે, અમે પાછળ કેમ રહીએ, આ જમાનો જુદો છે, આ જમાનામાં એ
બધું ન ચાલે' - આ ભાવનાઓ આવી કે સમ્યક્ત ગયું. • જો તમને પ્રભુભાષિત અનુષ્ઠાનો પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે, સાધ્ય
પ્રત્યે અનુરાગ ન જાગે તો તમે સાધક શાના ? • જ્યાં ધર્મ ન હોય ત્યાં હું, અમે અને મારું નહિ !ધર્મ ત્યાં હું, ત્યાં અમે અને જે ધર્મનું તે મારું ! • જ્ઞાન, ગુરુને આધીન છે. ગુરુની પ્રસન્નતા હોય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. • જિનપૂજા, સેવા, ભક્તિ, ઉપાસના એ મંગળ તો છે જ પણ આજ્ઞાધીનતા એ મહામંગળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org