________________
527
--- ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37
-
૨૫૧
શૂરવીર, ધર્મવીર કહી ખોટી પ્રશંસા ન કરો, એથી તો ઊલટી અમારી જિંદગી બગડે.” કેવળ રાજી રાખવામાં, કહેનાર કે સાંભળનાર બેમાંથી એકનું પણ કલ્યાણ નથી. આચાર-વિચારમાં હાનિ છતાં, જો ન કહેવામાં આવે તો અમે પણ અમારી ફરજથી ચૂકીએ છીએ અને ત્યાંના બગાડની અસર અહીં પણ થાય.
ધર્મના સુસંસ્કારનો લોપ થતો જાય છે. જૈનકુળને ઓળખાવનારા સંસ્કારોનો લોપ થાય, એ લાંછન ઓછું છે? રીતભાત, કાર્યવાહી, વગેરે એવું જોઈએ, કે જેથી દેખનારને એમ થાય કે આ કોઈ જુદા છે. રાજ્ય કરે છે એ પ્રજા તરફ જુઓ. ગમે તે દેશમાં એનો વેશ વગેરે કંઈ ગયું? એને જાતનું અભિમાન છે, ત્યારે અહીં કઈ દશા છે ? જૈન બચ્ચાને રાત્રે હોટલમાં જતાં જરા પણ શરમ આવે છે ?
સભા : સ્વાદ આવે છે. આટલું છતાં કહે છે કે ટીકા ન થાય. સભા પાકા જ્ઞાન માટે.
ખરેખરું પાકું જ્ઞાન ! તે ઘડી તો નીચું મોટું કરવું જોઈએ. પોતાના આચારવિચારની કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ. જે-તે અને જ્યાં-ત્યાં ખાવું, પીવું એ જૈન તરીકે નહિ છાજતું છે. શાસ્ત્ર કહે છે કે પાપી કદાચ અજ્ઞાન દુનિયાથી છૂપો રહે, પણ તે તો હૃદયમાં સમજે જ કે હું પૂરો પાપી છું. હું તમને કહું છું કે જેવા છો તેવા ઓળખાવાનું પણ' કરો. આચાર-વિચારની શુદ્ધિ વિના પ્રભુનો માર્ગ કઈ રીતે હૈયામાં પ્રવેશે ? જમાનાની હવામાં ધર્મ નથીઃ
જ્ઞાનીએ ત્યાગને મોક્ષમાર્ગની સીડી કહી છે. શક્તિ મુજબ ત્યાગને કેળવવો જ જોઈએ. આ શાસનની યોજના ઘણી જ સુંદર છે. વગર પૈસે ધર્મ સધાય. દાન, શીલ, તપ, ભાવ - બધું વગર પૈસે પણ થાય. હૃદયની ઉદારતા, સદાચાર સહિષ્ણુતા, અને ઉત્તમ વિચારો, આમાં ક્યાં પૈસો જોઈએ ? હૃદયની ઉદારતા એટલે બધાનું ભલું ઇચ્છવું, દુશ્મનનું પણ ભલું ઇચ્છવું. એ જેવું તેવું દાન છે? હોય તેમાંથી, થોડામાંથી થોડું પણ દઈને ખાવું. શીલ એટલે વ્રતધારણ, ઉત્તમ આચાર, બ્રહ્મચર્ય, પરનારી ત્યાગ વગેરે. તપ તો જાણો છો. સહિષ્ણુતા એ તપ. ખાવામાં વિવેક એ પણ તપ રસત્યાગ, ઉણોદરી આ બધું તપ. ભોજન આદિમાં પણ એવો વિવેકી રહે કે તે જમીને ઊઠવા પછી તેની થાળી એવી સ્વચ્છ હોય, કે જે જોઈને ઘાટી પણ આશ્ચર્ય પામે. પણ કહોને કે ખાતાં પણ નથી આવડતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org