________________
૧૭ઃ જમાનાની સ્લામાં ધર્મ નથી :
મંગલના ત્રણ પ્રકારો અને તે ત્રણેના હેતુઓ, તથા “મંગલ' શબ્દનું નિર્વચન:
ટીકાકાર મહર્ષિ શ્રી શિલાંકસૂરિજી મહારાજા પીઠિકામાં ફરમાવી ગયા કે, શ્રી અરિહંતદેવના વચનના અનુયોગ સિવાય સુખ માટે કોઈ બીજો ઉપાય જ નથી. એ અનુયોગ ચાર વિભાગમાં વહેંચાયો છે, જેમાં ચરણકરણાનુયોગ મુખ્ય છે. એનું પ્રતિપાદન કરનાર મુખ્યપણે પહેલું અંગસૂત્ર, આ શ્રી આચારાંગસૂત્ર છે, - જે પરમપદની પ્રાપ્તિનું કારણ છે. માટે વિપ્નમય છે. વિવિજ્ઞાનિ ! શ્રેય કાર્યોમાં વિઘ્નોની બહુલતા હોય છે. એ વિદ્ગોને જીતવામાં જે કાર્યોની સિદ્ધિ છે. વિદ્ગોને ખસેડવાની યોગ્ય પ્રવૃત્તિ આદરવામાં ન આવે, તો કાર્યસિદ્ધિ થાય નહિ, અને ધારેલી ધારણા પાર ન પડે. વિપ્ન હોય, ત્યાં મંગળમય ક્રિયા હોવી જોઈએ. મંગળ કરવાથી આત્માના પરિણામની શુદ્ધિ થાય અને તેથી વિઘ્નો આપોઆપ ખસી જાય છે. આથી જ ટીકાકાર મહર્ષિ કહે છે કે
"अशेषप्रत्यूहोपशमनाय मङ्गलमभिधेयम्"
સઘળાં વિનોના ઉપશમ માટે મંગલ કહેવા યોગ્ય છે.' આ પ્રમાણે કહીને તે મંગલના પ્રકારો, તે પ્રકારના હેતુઓ, અને ‘મંગલ' શબ્દનું નિર્વચન કરતાં, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે
तच्चादिमध्यावसानभेदात्रिधा, तत्रादि मङ्गलं 'सुयं मे आउसं ! तेण भगवया एवमक्खाय' मित्यादि, अत्र च भगवद्वचनानुवादो मङ्गलम्, अथवा श्रुतमिति श्रुतज्ञानं, तच्च नन्द्यन्त:पातित्वान्मङ्गलमिति, एतच्चाविघ्नेनाभिलषितशास्त्रार्थपारगमनकारणं मध्यमङ्गलं लोकसाराध्ययन-पञ्चमोद्दशक-सूत्रं - ‘से जहा के वि हरए पडिपुण्णे चिट्ठई समंसि भोम्मे उवसन्तरए सारक्खमाणे' इत्यादि, अत्र च हृद्गुणैराचार्यगुणोत्कीर्तनम्, आचार्यश्च पञ्चनमस्कारान्तःपातित्वान्मालमिति, एतच्चाभिलषितशास्त्रार्थस्थिरीकरणार्थम्, अवसानमगलं नवमाध्ययनेऽवसानसूत्रम् 'अभिनिब्बुडे अमाई आवकहाए भगवं समियासी' अत्राभिनिवृत्तग्रहणं संसारमहातरुस्कन्दोच्छे दाऽविप्रतिपत्त्या ध्यानकारित्वान्मङ्खलमिति, एतच्च शिष्यप्रशिष्यसन्तान्नाव्यवच्छेदार्थमिति, अध्ययनगतसूत्रमङ्गलत्वप्रतिपादने नैवाध्ययनानामपि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org