________________
479 – ૧૩ઃ વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - ૩૩ –– ૨૦૩ આટલી મક્કમ થઈ, કે તેણે પડતા મુનિને પણ બચાવ્યા. શ્રી સ્થૂલિભદ્રસ્વામીજી મક્કમ ન રહ્યા હોત, તો પરિણામની આ સુંદરતા ક્યાંથી આવત ? માટે કહું છું કે, મક્કમ બનો, પણ બનો તો હૈયાથી બનજો. હૃદયના પોલા ન બનતા. કોઈ કાર્યવાહી શાસ્ત્રવિરુદ્ધ ન કરતા. શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરી ધર્માચરણરૂપ સોનાની થાળીમાં લોઢાની મેખ ન મારતા.
સભા : શ્રી સ્થૂલિભદ્રજીની વાત કયા કાળની ?
પંચમકાળની! અત્યારે તો પાડનારી એવી સામગ્રી છે ક્યાં ? જે સામગ્રી સામા પાસે છે, તે તમારી પાસે છે. પાડનાર પાસે જેટલી સામગ્રી છે, તેટલી જ નહિ પણ તેથી કેટલાય ગણી બચાવ કરનાર પાસે છે. ધર્મપક્ષની સામે વિપરીત પક્ષ તો દરેક કાળમાં ઓછો કે વત્તો હોય જ. જેમ એ ધર્મમાં સ્થિર રહેતા તેમ તમે પણ રહો. એ વખતમાં પણ એવા ભાગ્યશાળી પણ થોડા જ. સંખ્યા થોડી. અત્યારે પણ એવા છે, પણ ઇરાદાપૂર્વક માનસિક શિથિલતાનો આરોપ માગી લેવો – એ ભયંકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org