________________
525
- ૧૭ઃ જમાનાની હવામાં ધર્મ નથી – 3 –
–
૨૪૯
અને આ કેમ આમ કરે ?' રોજ તોફાન. અંતે કુટુંબ નારાજ થયું. પતિની ઇચ્છા પહેલાં તો એવી હતી કે “એ એને ફાવે તેમ ભલે વર્તે !” પણ કુટુંબે એની પણ ભાવના પલટાવી નાખી. બધાંએ ભેગાં થઈ કહ્યું કે, “તું આ ઘરમાં રહેવા લાયક નથી, માટે જા !” સ્ત્રી કહે કે હું ન જાઉં, જાઉં તો દુનિયા શું કહે ? તમે નારાજ હો તો જે રીતે લેવા આવ્યા હતા, તે રીતે મારા પિતાને ત્યાં મૂકી જાઓ. ત્યાં કહો કે આ કારણથી અમને આ પાલવતી નથી. મેં બીજું તો તમારુ કાંઈ બગાડ્યું નથી. મારે ઘરની કે દુનિયાના સુખની પરવા નથી. પરિણામે કુટુંબ મૂકવા જાય છે. રસ્તામાં એક ગામ આવે છે. ત્યાં સ્ત્રીના સસરાનાં સગાંવહાલાં રહે છે, એ આ બધાને પોતાને ત્યાં તેડી જાય છે. રાત પડી છે, રસોઈ થાય છે, જમવા બોલાવે છે. પેલા કુટુંબીઓ અહીં તાગડો રચે છે. એમનો હેતુ એ છે કે કંઈ કરતાં આ પથરો પીગળે. પથરો કોણ છે, તે વાત જુદી છે પણ એ જાણે કોણ ? કુટુંબીઓ પેલા બધાને કહે છે કે “વહુ ભૂખી છે. એ ન જમે ત્યાં સુધી અમારાથી ન જમાય !' પેલાઓ સ્ત્રીને કહે છે કે “ઊઠો, જમવા ચાલો, અમારી રસોઈ બગડે છે અને તમારા જમ્યા વિના આ બધાં ભૂખ્યાં રહે છે.”
સ્ત્રીએ કહ્યું : “મારે જમવું નથી, ન જમવા ખાતર તો ઘર છોડવું પડે છે.” સગાંવહાલાં બોલ્યા : “તારી ખાતર આ બધાં ભૂખ્યાં રહે છે એ ?”
સ્ત્રી બોલી: તે એ જાણે. ભૂખ્યાં રહેશે તોયે કાંઈ રાતમાં મરી જાય, એમ હું માનતી નથી. પાપમાં અનુમતિ આપવી એનું નામ દયા નથી.”
આ સ્ત્રી શ્રાવક કુળના સંસ્કારવાળી છે. સંસ્કારને લઈને આ દઢતા છે. આવા શિક્ષણની જરૂર છે કે જેને લઈને આટલા વિરોધમાં પણ આ સ્ત્રી ચળતી નથી. શિક્ષણ તે, કે જેનાથી આચાર-વિચારમાં શુદ્ધિ આવે. આચાર-વિચાર જોઈ શિર ઝુકાવવાં પડે. બધાં થાક્યાં ત્યારે કુટુંબીઓએ નવો રસ્તો કાઢ્યો કે એ પીરસે તો જમીએ !' પેલા સગાંઓ કહે છે કે હવે તો વાંધો નથીને ? પીરસવામાં શું વાંધો ?' સ્ત્રી પીરસવાની પણ “ના” પાડે છે. કહે છે કે “જે હું કરું નહિ, તેમાં નિમિત્ત કેમ થાઉં ?”
સગાં વહાલા બોલે છે : “તું ખાય પણ નહિ અને ખાવા પણ ન દે ?” સ્ત્રીએ કહ્યું: “હું ક્યાં હાથ પકડું છું? બધાં નારાજ થયાં. પેલાઓને થોડાં જ ભૂખ્યાં રહેવું હતું! એ તો જમ્યાં. સ્ત્રી ન જમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org