________________
521
– ૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37 --- ૨૪૫
મુનિનો પહેલો ગુણ નિઃસ્પૃહતા જોઈએ:
ઉપદેશક, પરિગ્રહધારી લાલસાવાળો ‘તમે છો તો અમે છીએ' એવી ભાવનાવાળો ન જોઈએ. ગૃહસ્થોના આધારે અમે’, ‘તમે છો તો અમે છીએ” એ ભાવના ઉપદેશકમાં ન જોઈએ. એ આવ્યું એટલે બગડ્યું. ગૃહસ્થની વસ્તુનો ઉપયોગ કરાય, એ વાત જુદી ! મુનિ રહે ગૃહસ્થની નિશ્રાથી, એટલે કે આહારપાણી વગેરે તો લે, પણ રહે કમળવત્ નિર્લેપ ! ગૃહસ્થ ભેગો ન ભળે. કાદવમાં ઊગેલું અને પાણીથી વધેલું કમળ નોખું જ રહે છે. પાણીનો લેપ પણ કમળના પત્તાને ન લાગે. કમળના પત્તાને પાણી ભીનું ન બનાવે, તેમ સંયમરક્ષા માટે જોઈતાં સાધન માટે મુનિ ગૃહસ્થના પરિચયમાં આવે, પણ તેઓથી લેપાય તો નહિ જ ! જો એ અલગ ન રહે, “તમારાથી જ અમે એ ભાવના હોય, તો તો શાસ્ત્રની બધી વાત પાનાંમાં જ રહે. “મોર, પીંછાથી રળિયામણા' - એ રીતે તમારાથી અમે” એમ થાય તો તો અમે તમને શાસ્ત્રની વાત કહી શકીએ જ નહિ. માટે જ શાસ્ત્ર લોકહેરીને ત્યાજ્ય કહી છે. તમારાથી અમારી શોભા ખરી, પણ એમાં આ આગમ હોય તો ! તમારી જરૂર શા માટે ? તમારામાં આ મૂકવા માટે ! એ કયારે બને ? તમારાથી ખેંચાઈએ નહિ તો ! ખેંચાઈએ તો થઈ રહ્યું.
મુનિનો પહેલો ગુણ તો નિઃસ્પૃહતા છે. શાસ્ત્ર મુનિ માટે કહ્યું કે તેણે મહાવ્રતધારી બનવું જોઈએ. પોતાના મહાવ્રતધારીપણાના પાલન માટે ધીર બનવું જોઈએ. તેની જ રક્ષા માટે ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવનારા બનવું જોઈએ. અને સામાયિકમાં જ રહેનારા તથા ધર્મના જ દેશક બનવું જોઈએ. ઉપદેશ દેવાના અધિકારી થવું, એ કાંઈ નાનું સૂનું છે ? કોઈ વાર ગરમ થવું પડે, તો કોઈ વાર નરમ થવું પડે. કોઈ વાત મધુરતાથી કહેવાય, તો કોઈ વાત જરા આઘાત પહોંચાડીને પણ કહેવી પડે. તો જ અસર નિપજાવી શકાય. જમીનના કચરાના પ્રમાણમાં ઘા ! જ્યાં કચરો વધારે, ત્યાં ઘા પણ વધારે ! એ વિના બીજ વાવવા જેવી જમીન બની શકતી નથી, માટે ઘાની તો જરૂર ખરી. ઘા કેવો, એ જમીન ઉપર આધાર રાખે છે. હિતકર વાત અમારે કહ્યું જ છૂટકો અને તમારે સાંભળે, ઝીલ્ય અને આચર્યે જ છૂટકે. કહે છે કે રોજ ને રોજ ટોણા કેમ મરાય ? મારે પણ મને કે કમને કહેવું પડે છે કે મીઠું મીઠું બોલું તો સો ગણી વાહ વાહ થાય, એ મૂકીને રોજની નાહક પાંચ-પચીસ ગાળો પણ સાંભળવાનું અને ઘોંઘાટ સહેવાનું કારણ શું? સમજ્યા ? ન સમજ્યા હો તો સમજો ! શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org