________________
303
– ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22–
પીએ, બેસાડે તેમ બેસે અને ઉઠાડે તેમ ઊઠે, તેને માટે કે બીજા માટે ? યથેચ્છાચારીઓને સારાં માતાપિતા પણ કઈ રીતે સુધારી શકે ?
દીકરા પણ ચાર પ્રકારના હોય છે. ૧. અતિજાત, ૨. સુજાત, ૩. નીચ, અને ૪. કુલાંગાર. અતિજાત છે કે જે બાપની આબરૂ સવાઈ કરે-બાપના નામને ઝળકતું કરે-બાપના ઉદયથી કેટલાય ગણો ઉદય કરે : સુજાત છે કે જે બાપની આબરૂને અનુસરતું વર્તન રાખે : નીચ તે કે જે બાપની આબરૂને બટ્ટો લગાડે : અને કુલાંગાર છે કે જે બાપની આબરૂને સળગાવી મૂકે. નીચ તો માત્ર બટ્ટો લગાડે-એવું કરે કે જેથી માત્ર નિંદા થાય, પણ અંગારો તો એથી પણ ભયંકર. બાપની બધી આબરૂને સળગાવી મૂકે.
આપણા પિતા પણ ભગવાન શ્રી મહાવીરદેવ ! આપણે બધા જ એમના દીકરા કહેવાઈએ. અતિજાત તો ન બનાય, પણ સુજાત તો બનવું છે ને ? સુજાત તે બની શકે, કે જે આજ્ઞાને બાધ લાગે તેવી એક પણ પ્રવૃત્તિ ન કરે. સુજાત દીકરાથી જમાનાના વાયરાને ન જ અનુસરાય : એણે તો એ મહાવીર પિતાની આજ્ઞાને જ અનુસરવાનું. છતાં જો તે આજ્ઞાને છાજલીએ ચઢાવી જમાનાને અનુસરવા જાય, તો નીચની કોટિમાં આવી જાય અને આજ્ઞાથી વિરુદ્ધ થઈ જમાનાના ગુણ ગાવા મંડી જાય તો ચોથી જ કોટિમાં આવી જવાય એમાં આશ્ચર્ય શું ? સુજાત બનવા માટે આજ્ઞા માનીએ, પાળીએ અને પૂરું પાલન ન થાય તો આજ્ઞાનું પૂરું પાલન કરનારને હાથ જોડીએ તથા બીજાને આજ્ઞાનું પાલન કરવા પ્રેરણા કરીએ. આ રીતે આચરણા કરીએ તો જ સુજાતની કોટિમાં રહી શકાય ! આજ્ઞાને બટ્ટો લાગે તેવો પ્રયત્ન કરીએ તો નીચની કોટિમાં જવું પડે અને આજ્ઞાને બટ્ટો લાગે તેવો પ્રયત્ન કરીએ તો કુલાંગાર જ કહેવાઈએ. નીચ અને કુલાંગાર કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર ન ગણાય ! સુજાત કોણ તે ગોખજો. સુજાત તે, કે જે નીચનો અને કુલાંગારનો સંગ પણ ન કરે-પ્રશંસા પણ ન કરે. સુજાતથી નીચના અને કુલાંગારનાં વખાણ ન થાય. સમજાવી શકે તેમ હોય તો સમજાવે એમાં વાંધો નહિ : સુધરે એમ લાગે તો સામે પણ જવાય : સુધરતા લાગે તો આંગળી પકડીને પણ લવાય : અધિક સુધરે તો ખોળામાં પણ બેસાડાય : અરે, વધી જાય તો માથે પણ બેસાડાય : પણ જો નીચતા અને કુલાંગારતા જ દેખાય-એમાં સુધારો ન જ જણાય, તો ‘કુર્નનું પ્રથમં વક્વે' એ ન્યાયે એમને આઘે જ રખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org