________________
જિનશાસનરત્ન વિજયરામચંદ્રસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાંતમૂતિ વિદ્યાવારિધિશ્રી ભકરવિજયજી મહારાજ સાહેબનું અભૂતપૂર્વ મિલન થયું હતું.
મિલનની આ અવિસ્મરણીય ઘડીમાં સાદડી સંઘે બને મંડળની બેન્ડ પાર્ટીઓનું ભાવભીનું સ્વાગત કર્યું. સાથે સાથે તખતગઢ નિવાસી સંઘવી ભૂરમલજી તથા શ્રી જેઠમલજી જે મહાભાગ્યશાળી મહાનુભાવોએ ઉદારતા પૂર્વક બે મહિના અભૂતપૂર્વ ઉપધાન તપ રાણકપુર તીર્થ ભૂમિમાં કરાવ્યું તેનું પણ જનસમુદાયે હાર્દિક અભિનંદન કર્યું.
વિશાલ જુલુસ પૂરું થયા પછી ત્યાંની જેહરામાં વ્યાખ્યાનમાં આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજીએ કહ્યું કે આ દિવસોમાં આપસૌએ ખૂબ ખૂબ ખુશીઓ મનાવી સાદડીવાળા ભાઈઓએ ગેડવાડ જૈન સમાજની એકતા માટે અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી પરંતુ આ જ રણકપુર રોડ પર વિદ્યાશાળા-જૈનમંદિર-વિદ્યાલય તથા છાત્રાવાસ સામે જ દારૂની દુકાને જોઈને મને પારાવાર દુઃખ થયું. આ દુકાન ગમે તે ભોગે બંધ થવી જ જોઈએ. આચાર્યશ્રી સમુદ્રસૂરિએ કહ્યું કે, અહીં બેઠેલા બધા મહાનુભાવે પ્રતિજ્ઞા કરીને જ ઉઠે કે સાદડીમાંથી દારૂની દુકાન અને કસાઈબાનું બંધ કરાવીને જ રહીશું. આચાર્યશ્રી હીંકાર સુરિજીએ કહ્યું કે આ ભૂમિ પહેલેથી પવિત્ર રહી છે સાદડી નિવાસી ભાઈઓએ એવાં ઘણાં ઘણાં કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org