________________
જિનશાસન
તા. ૬ના રોજ સવારના વ્યાખ્યાનમાં સ્થાનકવાસી સંતજ્ઞાન મુનિજી તથા મહાસતી આજ્ઞાવતીજી પધાર્યા હતા.' - અંબાલાથી પ૦ ભાઈઓ અત્રે આવેલા અને સંઘ તરફથી અંબાલા પધારવા વિનંતી કરી હતી.
અત્રેના સુશીલકુમાર, ઓમપ્રકાશજી, હીરાલાલજી, નંદલાલ બેંકર, વિજયકુમાર, દર્શનલાલજી, જ્ઞાનચંદજી, ભેજદેવજી વિગેરે એ પતિયાલામાં નૂતન મંદિર તથા ઉપાશ્રય નિર્માણ કરવા માટે પેજના આચાર્ય શ્રી પાસે રજુ કરી હતી. પોલીસ ઈન્સપેકટર શ્રી રામપ્રકાશ પૂજયશ્રીના દર્શનાર્થે આવતા શરાબને ત્યાગ કરવા સમજાવ્યા હતા.
૭મી તારીખના વિહાર કરી કેલી અને બીજે દિવસે રાજપરા આવી સ્થાનકવાસી ઉપાશ્રયમાં સ્થિરતા કરી હતી. વ્યાખ્યાન બાદ સ્થાનકવાસી શ્રી ટેકચંદજીએ અભિવાદન-રૂપે સન્માન પત્ર આચાર્યશ્રીને અર્પણ કર્યું. “જીવન-શુદ્ધિ વિષય ઉપર મુનિશ્રી નિત્યાનંદ વિજયજી મહારાજનું જાહેર વ્યાખ્યાન થતાં નગરજનેએ મોટી સંખ્યામાં લાભ લીધે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org