________________
જિનશાસનરત્ન
૨૭૭
ગુરુદેવના પટ્ટધર, શાંત સૌમ્ય મૂતિ–મહાન તપસ્વી આધ્યાત્મિક નેતા, ચારિત્ર-ચૂડામણિ, ૮૬ વર્ષની જૈફ ઉમરે પણ અંતિમ શ્વાસ સુધી આત્મિક બળ, ત્યાગ, નિષ્કલંક ચન્દ્રવત્ નિર્મલ ચરિત્ર, ગુરુના મિશન પ્રત્યે અપૂર્વ નિષ્ઠાવાન હેવાથી શાસનને ઉદ્યોત કરતા રહ્યા. “મિત્તિમે સેવ ભૂસુને આદર્શ તેમનાં રામ-રોમમાં વિદ્યમાન હતે. વીતરાગ પંથના પથિક હતા. તેઓ સમતા-સરલતા-નિષ્કપટતા, નિર્મળતા, નમ્રતા અને સેવાની મૂર્તિ હતા. તેમની રાષ્ટ્ર સેવારક્તદાન માટેની તત્પરતા, ચારેય સંપ્રદાયની એકતાની ભાવના જવલંત હતી.
મહાવીર નિવણ શતાબ્દિ સમારેહના તેઓ મહારથી હતા. પંજાબ આદિમાં જે જે મહાવીર સ્મારકે થયાં તેમનાં પ્રેરણાપૂર્તિ હતા. કોટિ કોટિ વંદન !
–છે. પૃથ્વીરાજ જેન M. A.
(અંબાલા)
આસ્થા અને વ્યવસ્થામાં તેમને અપ્રમત્તગ અનુપમ હતે. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવું, ચિંતન-મરણમાં તન્મય રહેવું, નિયમિત ડાયરી લખવી, લખાવવી, દૈનિક કાર્ય કે મૌન, માલા, તપ, અનુષ્ઠાન બધું વ્યવસ્થિત. વેશભૂષામાં સાદગી, ભાષામાં સરળતા, ભામાં મધુરતા, તેમને આદર્શ હત–ખાદી, રાષ્ટ્રભાષા પ્રચાર, સમસ્ત ધર્મસંપ્રદાયને આદર તેમની વિશેષતા હતી. સ્વયં શ્રદ્ધાની પ્રતિમા હતા. સમુદ્ર ગંભીરતાના સમુદ્ર જ હતા. તેમનું વ્યક્તિત્વ વિવાદથી દૂર હતું. સરળતાના ઉપાસક અને સૌજન્યના સમુચિત સાધુપુરુષ હતા. જૈન જગતમાં અને જૈનેતરોમાં તેમને સારો એવો પ્રભાવ હતું. જે ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org