________________
૩૨
જિનશાસનરત્ન અદૂભુત દૃશ્ય હતું. આ વખતે એકજ પાટપર બીરાજીને બનેના ધર્મપ્રવચનેની અમૃતવર્ષા ભૂલાતી નથી. એક બીજાના ઉપાશ્રયે જવું આવવું. ધર્મ અને સમાજના પ્રશ્નોને વિચાર- * વિનિમય કરે આ એકતાનું ઉજવળ ઉદાહરણ હતું.
એકતાના પ્રબલ સર્થક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજીને સ્થાનકવાસી આચાર્ય સાનદિવાકરશ્રી શ્રી આનંદષિજી, ઉપાધ્યાય શ્રી અમરમુનિજી, દિગંબર જૈનાચાર્યશ્રી દેશભૂષણજી અને તેરાપંથના આચાર્યશ્રી તુલસીજી તથા બધા સંપ્રદાયના અનેક સંતે સાથે અતિનિકટનું માનવમિલન તેમજ આત્મીય સંબંધ એટલે તે નિકટને રહ્યો કે તેથી એકતા અને સંગઠનની પ્રવૃત્તિને પૂર્ણ બળ મળ્યું. ચારે તરફ સમ્મિલિત સભાઓ, ભિન્ન સંપ્રદાયના સંતેનું સમૂહ સ્વાગત તેમજ વ્યાખ્યાના ઉત્સાહ વર્ધક પ્રસંગે ચિરસ્મરણીય રહેશે.
કરુણાનિધિ
ગુરુભક્ત સિકલાલ કેરા જિનશાસન રત્ન રાષ્ટ્રીય સંત આચાર્યશ્રી વિજય સમુદ્રસૂરીજી ગુરુ ભગવંતના સેવા મૂર્તિ તેહતા પણ તેમના હૃદયમાં કરુણાસ્ત્રોત વહેતે હતે. મને યાદ છે એક ભાઈ તેમને ઘેર ભાવિકાના છઠના પારણા માટે પધારવા વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રી ઝુંપડપટ્ટીમાં રહેતા ભાઈને ત્યાં ગયા તે ખરા પણ પારણામાં ચા ને ખાખરા વહોરી લાવ્યા. નહતી રાખડી તે પીપરીમૂળ કે મગ કયાંથી હોય. ઉપાશ્રયે આવ્યા અને ગુરુદેવની આંખડી ભીની થઈ ગઈ. અને તે જ દિવસે આપણુ દુઃખી ભાઈઓ માટે મહાવીર નગર ન થાય ત્યાં સુધી મીઠાઈને ત્યાગ કર્યો. ફળ સ્વરૂપ કાંદીવલીમાં મહાવીર નગરનું સર્જન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org