________________
३४४
જિનશાસનરત્ન
દેશ્યલ ચેરીટેબલ ટ્રસ્ટ, તેવીજ રાત વાલા
જિનશાસનરત્ન આચાર્ય ભગવંત વિજય સમુદ્રસુરિજી મહારાજ જેવા નમ્ર અને સરળ સ્વભાવના તથા ભેળા-ભકિક આચાર્ય આજ સુધી જોયા નથી. એટલા બધા વ્હાલભર્યા ને વાત્સલ્યપૂર્ણ તેમજ મીઠાશભર્યા દિલના કે વારંવાર તેમના વંદનાથે કે પત્રો લખવા માટે જવાનું મન થાય. વળી એટલા નમ્ર કે વાત ન પૂછે! એક પ્રસંગ આલેખું પૂજયશ્રી સંવત ૨૦૨૬ માં મુંબઈ આવેલા અને શ્રી ગોડીજી ઉપાશ્રયમાં ચાતુર્માસ રહેલા ત્યારે હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બેસીને “આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિજી જન્મ શતાબ્દીની ઉજવણી પ્રસંગના કાર્યો માટે કાર્યાલય સંભાળ હતો. એક દિવસ મને આચાર્યશ્રીએ કહ્યું. “વાવડીર સાહેબ, છેડે સમય હોય તે બેસે, ટપાલે આવે છે, પણ જવાબ લખાયા નથી તો હું બેલું તે લખજે !” મેં ગુરૂદેવને કહ્યું, “મારા માટે વાવડીકર, એટલું જ સંબંધન કરે તે પત્રોના જવાબ એ છે ” આચાર્યશ્રી મને સંબોધનમાં વાવડીકર સાહેબ કહે.. નાતે . માટે વધારે પડતું લાગતા આ મેકે જોઈને સહજ ભાવે કહી દીધું. આચાર્યશ્રીએ લાગણી સભર હદયે કહ્યું ભાગ્યશાળી, તમે ભલે નાના રહ્યા પણ પૂજય ગુરૂદેવની જન્મ શતાબ્દીનું કાર્યો સંભાળી રહ્યા છે જેની મારા મન મોટી કિંમત છે, જેથી સહજ ભાવે આમ બેસું છું. એ પછી મને ‘ભાગ્યશાળી, કહીને સંબોધતા હતા. આમ પૂજ્યશ્રીને પરિચય અને નિકટમાં આવવાનું એટલું બધું બનેલ કે, મુ બથી વિર વ્ય બાદ પૂજય આચાર્યશ્રી સાથે મારે પત્રવ્યવહાર રહ્યો હતો. ખરેખર, પૂજય આચાર્યશ્રી મારા માટે વાત્સલ્ય મૂર્તિ બની રહ્યા હતા.
પ્રાતઃ સ્મરણીય જિનશાસનરત્ન ગુરૂદેવને કોટિશઃ વંદના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org