Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 392
________________ જિનશાસન રત્ન ૩૪3 જમ્મુમાં ભવ્ય જિનાલય ધરતી પરનાં સ્વર્ગ–ગણાતા કાશ્મીર રાજયની જમ્મુની રળિયામણી ધરતી પર ઘર દેરાસર હતું. યુગવીર આચાર્યશ્રી એ જમ્મુમાં શિખરબંધી ભવ્ય રાસર નિર્માણ થાય તેવા પ્રયત્ન પણ કરેલા, પણ ભવિતવ્યતાને લઈ આ કાર્ય થઈ ન શક્યું. સને ૧૯૬૩ ના વર્ષમાં આપણું ચરિત્ર નાયક હોશિયારપુર (પંજાબ) બિરાજતા હતા. તેઓશ્રીની નિશ્રામાં શ્રી આત્માનંદ જેન મહાસભા (પંજાબ)નું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં પ જાબ કેશરીનાં અધૂરાં અરમાનને સાકાર કરવા ચક્રો ગતિમાન થયા. એ પ્રસંગે શ્રી જમ્મુ સંધના આગેવાનોએ ભવ્ય જિનાલય નિર્માણ કરવા માટે આચાર્યશ્રીને વિનંતી કરી. તેઓશ્રીએ પોતાના પૂજય ગુરૂદેવની આ અધૂરી ઈચ્છાને પૂરી કરવા સૌને પ્રેરણું કરી આ સમયે મુંબઈની આત્માનંદ જૈન સભાના ઉત્સાહી અને સલામંત્રીશ્રી રસીકલાલ એન. કેરા હાજર હતાં. તેઓએ પ્રેરણાને ઝીલી લીધી. પરિણામે જમ્મુમાં નૂતન ભવ્ય જિનાલય નિર્માણ થયું અને આચાર્ય શ્રીની શુભ નિશ્રામાં વીર સંવત ૨૫૦૦ નિર્વાણ કલ્યાણકના વર્ષમાં તા. ૨૩-૫–૧૯૫ ના સવારે ૮-૫૬ કલાકે પ્રતિષ્ઠ થઈ. આ પ્રસંગે મુંબઈથી આત્માનંદ જૈન સભાના ઉપક્રમે ૪૫૦ ભકતજનો સાથે એક ખાસ સ્પેશીયલ ટ્રેન લઈને ગયેલા હતા. કાશ્મીરની સ્વર્ગીય ધરતી ઉપર આ રીતે ચરિત્ર નાયકની પ્રેરણાથી ભવ્ય જિનાલય આજે ઉભું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394