Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 391
________________ એકતા માટે નગરપ્રવેશ માં ઢેલ-વા જાને ત્યાગ અનેકોતવાદની ગુણગ્રાહક અને સત્યચાહક દ્રષ્ટિનો વારસો મળવા છતાં, માનવી એકાંત દ્રષ્ટિ અને કદાગ્રહનું સેવન કરીને મૈત્રી અને શાંતિની ભાવનાને સ્થાને વૈર-વિરોધ અને અશાંતિનેજ આવકારતો રહ્યો છે. આચાર્યશ્રીએ પોતાના ગુરૂદેવના પગલે માનવ સમાજમાંથી કુસંપ અને ઝઘડાઓનું નિવારણ કરીને સંપ અને સ્નેહની ભાવનાની પ્રતિષ્ઠા કરવા તેઓ જીવનભર પુરૂષાર્થ કરતા રહ્યા હતા. સંવત ૨૦૨૫ નું ચાતુર્માસ રાજસ્થાનના લુણવા ગામમાં પૂર્ણ થતાં કારતક વદ-૧ ના રોજ સવાડી પધાર્યા. ગામના શ્રી સંઘે ઢેલવાજા સાથે સામૈયું કરવાની તૈયારી કરી રાખેલ. ગોડવડમાં પડેલા બે ભાગ એક ન થાય ત્યાં સુધી આચાર્યશ્રીએ નગર પ્રવેશમાં ઢેલ-વાજા નો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રતિજ્ઞા અનુસાર ઢોલવાંજને પાછી મોકલાવ્યા હતા. સેવાડીમાં આચાર્યશ્રી વિજય જંબુસુરિજી બિરાજતા હતા. બને આચાર્યો સસ્નેહ મળ્યા અને એકજ પાટ ઉપર બેસી બન્ને આચાર્યોએ વ્યાખ્યાન આપેલ હતું. રાતા–મહાવીર તીર્થમાં અઠ્ઠા મહોત્સવ હાઈ ચરિત્ર નાયકના આગ્રહથી આચાર્ય શ્રી વિજયે જબુસૂરિજી આ તીર્થમાં પધાર્યા હતા અને એક જ ઉપાશ્રયમાં, એકજ હોલમાં બન્ને આચાર્યો સાથે રહ્યા હતા. પરસ્પર મધુર વાર્તાલાપથી શ્રી સંધ ઉપર સારે પ્રભાવ પડયો હતો. ગોડવાડ મહાસભાના અને પક્ષના આગેવાનો તથા મંત્રીઓએ લાઠારા ગામમાં આચાર્યશ્રીને લખી આપેલ કે અમારા વચ્ચે જે મતભેદ છે, તે સંબંધમાં આપશ્રી જે નિર્ણય દેશો, તે અમને માન્ય છે. એ પછી આચાર્યશ્રીએ એડવોકેટ સુમેરરાજ મારફત બન્ને પક્ષને માન્ય ખરડે તૈયાર કરાવેલ તે બીજે દિવસે બન્ને પક્ષને સંભળાવ્યું અને બન્ને પક્ષે આ નિર્ણય માન્ય રાખેલ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394