________________
જિનશાસનન
૩૦૯
વિરહ વેદના
આજ વિમાસણને વ્યાકુળતા નયનમાં નીર લાવે છે. સમુદ્રસૂરિશ્વરજી થયા દુર વ્યથા ઉરને રડાવે છે. જન્મે છે તે એકદિ જવાના એ વાત સહુ જાણે છે, કિંતુ નજર સામે મુખડુ ગુરુની યાદ અપાવે છે. હતી સાદાઈ જીવનમાં ભરપુર ત્યાગ, કાર્યકુશળતા, ભાગ્યશાળી ભલી વાણું મધુર ગૂંજન જગાવે છે. પરમ ઉપકારી યુગદષ્ટિના પટ પ્રભાવ સૌના પ્યારા શાંતમૂર્તિની તસ્વીર આજ જીગર સહુના હચમચાવે છે. શીતળતા ચંદ્રની ને તેજસ્વિતા સૂર્ય કયાં હવે પિલું ? સરળતા-સાદાઈને ભદ્રિકતા મીઠી ઝાલર બજાવે છે. ગુરુવલ્લભ ગયા ચાલી સેંપી સુકાન શાસનનું પર લેકપંથે આપ પણ ચાલ્યા હવે ચિંતા સતાવે છે. વિદ્યાલય ને ખોટ ભારી, કોન્ફરન્સ રંક થઈ બેઠી જેનશાસનને એક નાખુદા આ જહાંથી દૂર સીધાવે છે. ગુણવાનને કાજે આજ સકળ સંઘ થયે ભેળે અનુભવ વાત શરુ કરતા સ્મૃતિસરગમ સુણાવે છે. સહુની મૂકી મઝધારે આપે નવલી વાટ લઈ લીધી વિમાસણમાં છે નટવર હવે વહારે કેણ આવે છે?
નટવરલાલ, એસ. શાહ (૧૪-૫-૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org