________________
૩૩૬
જિનશાસનરત્ન
ક્ષમા સિંધુ
આચાર્યશ્રી જિનશાસન રત્નને જીવન વિકાસ ઉત્તરોત્તર વધતો રહે છે. એની પ્રતિતિ એમને એક પત્ર આપી જાય છે. લુધિયાણામાં આચાર્યશ્રી પંદર ઠાણુ સાથે બિરાજતા હતા. તે દિવસમાં આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરિજી મહારાજને ગુડાબાલોતરાથી (રાજસ્થાન) પત્ર મલ્યો. તેમાં આપણું ચરિત્રનાયક ઉપર લાંબા વર્ષો પછી પત્ર મળતાં મનને ભાવોલ્લાસ પ્રગટાવતે જવાબ લખેલ હતો. જેમાં આચાર્યશ્રીએ તા. ૭ – ૮ – ૧૯૭૫ના આ પત્રમાં લખેલ કે, સ્વગય ગુરૂદેવ આચાર્ય ભગવંતશ્રી વિજયવલ્લસૂરિજી મહારાજે સેપેલ પંજાબ પ્રાંતને મેં સંભાળી લીધેલ છે અને ગુરૂદેવે સિંચેલા બગીચાને નવપલ્લવિત રાખવાના કાર્યમાં ખૂબ આનંદ અનુભવું છું તમો (આચાર્ચશ્રી પૂર્ણાનંદસૂરિજી) પણ યુગવીર આચાર્યશ્રીના પઘર આચાર્ય શ્રી વિજય લલિતસૂરિજી મહારાજના સ્થાને સંભાળી રહ્યા છે તે જાણી સંતોષ થાય છે. ઉમેદપુર બાલાશ્રમ જે બંધ પડેલ તેને માટે સારું ફંડ કરાવી બોડીગ ચાલુ કરવાના છો તે સમાચારથી ખૂબ ખુશી થયે છું. ગુરૂદેવના નામની આ ફુલવાડી નવપ્રજ્ઞવિત બને તેમાં આપણું સૌનું કલ્યાણ છે.
મનનો ભાવ વ્યક્ત કરતા ચરિત્રનાયક આ પત્રમાં એ પણ ખુલાસો કરે છે કે, હું અંતઃકરણથી લખું છું કે, આપણે બન્ને ગુરૂભાઈઓની ઉંમર થઈ છે, જવાને સમય નજીક આવી રહેલ છે, જંદગીનો ભરોસે નથી. આવા સમયે તેમને મોટાભાઈને યાદ કરી ધર્મ નેહ ભર્યો પત્ર લખે તે મારા માટે અહોભાગ્યની વાત છે. પૂર્વવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org