________________
૨૩૪
જિનશાસનરત્ન
પિટ સૌને માટે છે
ધાર્મિક શિક્ષકને કે ધાર્મિક શિક્ષણના પ્રચારને વ્યવસાય જેમ અર્થોપાર્જનની દ્રષ્ટિએ બહુ ઓછો આકર્ષક છે. તેમ રસવૃત્તિના પોષણની દ્રષ્ટિએ પણ એમાં કોઈ વિશેષ આકર્ષક તત્વ ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં કાર્ય સૂઝ, બુદ્ધિ-શકિત અને તેજસ્વિતા ધરાવવા છતાં, જેઓ ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપવાના વ્રતને આજીવન સ્વીકાર કરે છે, એવી વ્યકિતઓ સમાજમાં બહુ ઓછી જોવા મળે છે.
ધાર્મિક રિાક્ષકને વ્યવસાયને શ્રદ્ધા અને આદર પૂર્વક સ્વીકારનાર શ્રી ચીમનલાલ પાલીતાણાકર નું સન્માન પૂજય આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી તા. ૨૨-૧૧-૭૦ ના મુંબઈમાં ગેડીઝ ઉપાશ્રયમાં જવામાં આવેલ. આ પ્રસંગમાં આપણું ચરિત્ર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જેન સંધનું ધ્યાન દોરતા પોતાના પ્રવચનમાં જણાવેલ કે, આચાર્યશ્રી વિજયધર્મસુરિજીની પ્રેરણાથી શ્રી પાલિતાકરનું સન્માન થાય છે, તે ઉચિત જ છે. ધાર્મિક જ્ઞાન આપનાર નોકર નથી, પર તુ ધર્મગુરૂ છે. એનું યથાયોગ્ય બહુમાન કરવું જ જોઈએ. પેટ સૌને માટે છે અને શિક્ષકના પેટની કાળજી સમાજે કરવી જોઈએ, અઢળક વિદ્યાવાળા અને સમ્યફ જ્ઞાન દાતાના સન્માન થવાંજ જોઈએ; આપણું સંઘમાં ઘણી કાર્યનિષ્ઠ વ્યકિતઓ સન્માનને પાત્ર છે. આ રીતે ધાર્મિક શિક્ષણ ક્ષેત્રમાં પડેલ વ્યકિતનું બહુમાન કરવાથી ધાર્મિક શિક્ષકનું માન વધશે અને શિક્ષણનું મહત્ત્વ સૌ કઈ સમજશે. શિક્ષકને બરાબર વળતર મળવું જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org