________________
જિનશાસનરત્ન
૩૩૯
બિકાનેરથી મુંબઈ
જન્મ શતાબ્દીની ઉજવણી મુંબઈમાં ઉજવવાની આચાર્યશ્રીએ અનુમતિ આપી દીધી. એક વર્ષમાં આ અંગે કશે પ્રયત્ન થયે નથી તેમ આચાર્યશ્રી એ જાણ્યું. આચાર્યશ્રીને સાચી સ્થિતિ સમજતા વાર ન લાગી. મુંબઈના આગેવાનો અને કાર્યકરોને પ્રેરણા આપે તે માટે એક બળ ખૂટતું હતું. ૭૮ વર્ષની વૃદ્ધ ઉંમરે, છેક બિકાનેરથી મુંબઈ સુધીનો લાંબો વિહાર કરીને પિતાના ભાવનાશીલ અને પ્રભાવશાળી મુનિસમુદાય સાથે સં. ૨૦૨૬ માં મુંબઈ પધાર્યા. મુંબઈ પહોંચીને શતાબ્દીનો આકાર પ્રકાર વધારે નિશ્ચિત કરીને એને અમલી બનાવવાની દિશામાં પ્રેરણાબળ આપવા લાગ્યા. પરમગુરૂભકત શ્રી ખીમજીભાઈ હેમરાજ છેડા, મુંબઈ છોડીને પોતાના વતન કચ્છ કુદરડીમાં વર્ષોથી રહેતા હતા. તેમને આ પ્રસંગે મુંબઈમાં આવવા પ્રેરણા કરી હતી અને શ્રી ખીમજીભાઈ મુંબઈમાં આવતા જન્મ શતાબ્દીના કાર્ય માટે સમાજમાં વધુ ઉત્સાહ અને વેગ આવેલ હતો. એ પછી શતાબ્દીની ઉજવણીને ધારી સફળતા મળી. ગુરૂદેવને પ્રિય એવી સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની તમન્ના આચાર્યશ્રીમાં ધબકતી તેનો આ પ્રેરક પ્રસંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org