Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 387
________________ જિનશાસનન સમયોચિત નિર્ણય વિ. સં. ૨૦૧૭ ના કારતક સુદિ બીજ (ભાઇબીજ) ના દિવસે આચાર્યશ્રી વિજય વલ્લભસુરિશ્વરજી મહારાજની જન્મ શતાબ્દીનું પર્વ આવતું હતું. સંવત ૨૦૨૪માં આપણું ચરિત્રનાયકનું ચોમાસુ બિકાનેરમાં હતું. જન્મશતાબ્દીની ઉજવણી અખિલ ભારતીય ધરણે અને સમાજ ઉત્કર્ષની રચનાત્મક દ્રષ્ટિએ કરવા માટે મુખ્ય કેન્દ્ર (સ્થળ)ની પ્રસંદગી કરવાની હતી. સં. ૨૦૨૪ ની દિવાળી પહેલા પંજાબ, રાજસ્થાન, અને મુ બાઈ સંઘના આગેવાને બિાનેરમાં આચાર્યશ્રી પાસે એકત્ર થયા; અને સૌએ આ પ્રસંગની ઉજવણી માટે મુખ્ય કેન્દ્ર પોતપોતાના પ્રદેશમાં રાખવાની અનુમતિ આપવા આચાર્યશ્રીને વિનંતી કરી, અને છેવટે આચાર્યશ્રી જે નિર્ણય કરે એને સહર્ષ સ્વીકાર કરવાની તૈયારી બતાવી કારણ કે આની પાછળ સૌ કોઈનો આશય એકજ હતો કે આ પ્રસંગની ઉજવણું સમુચિત રીતે કરવામાં આવે ભલે પછીએ ગમે તે પ્રદેશમાં થાય. સાથે સાથે શતાબ્દીની ઉજવણી માટે જે સ્થાન કે પ્રદેશની પસંદગી થાય એના બીજા પ્રદેશના સંઘે પૂરા ઉત્સાહથી સક્રિય સહકાર આપશે એવી સાચી ગુરૂભક્તિને શોભાવે એવી ખેલદિલી પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. શતાબ્દીની ઉજવણી અને એની પાળને મુખ્ય હેતુ વિચારીને તેમજ બીજ લાભ-લાભને વિવેક કરીને છેવટ આચાર્યશ્રીએ મુંબઇના સંઘના આગેવાનોની વિનંતી માન્ય રાખી અને શતાબ્દીની ઉજવણીના કેન્દ્ર તરીકે મુંબઈની જાહેરાત કરી. જૈનસંઘની સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિને જેટલું આર્થિક સહકાર મુંબઈ શહેરમાંથી મળી રહે છે. એટલે બજેથી ભાગ્યે જ મળે છે, તેથી આ સમયેચિત નિર્ણય આચાર્યશ્રીએ આપેલ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394