________________
જિનશાસનરત્ન
ઓનું સાચું પ્રતીક બની રહેશે. શ્રી આમાનંદ જૈન મહા સભા દિલ્હી દ્વારા પાકિસ્તાન, પંજાબ, હરિયાણાના ભંડારની હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથકૃતિઓ જેમાં ૬૦૦૦ જેટલી હસ્ત લિખિત પ્રતોનો સમાવેશ થાય છે. તે મારક સ્થળે થનાર વિજયવલભ જૈન પ્રાચ્ય પુસ્તકાલયને ભેટ મળેલ છે.
આ સમગ્ર હિતલક્ષી યોજનાઓના પ્રેરક પ્રશાંત સ્વભાવી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજ હતા. તેઓના સ્વર્ગવાસ બાદ પૂ. આચાર્યશ્રી ઈન્દ્રદિન્નસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને પ્રેરણાથી પૂજ્ય મહતરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજી મહારાજ ગુરુભકિત અને ગુરૂવાણભકિતની સમાજની નિર્મળ ઉદારભાવનાને સાકાર કરવા ચેતન આપી રહ્યા છે.
કલાત્મક જિનપ્રસાદ ઉપરાંત આ સ્મારકના નિર્માણ માટે આશરે બે કરોડ નો ખર્ચ અંદાજવામાં આવે છે. નિર્માણ કાર્ય શરુ થઈ ચૂકયું છે. - શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ વિધિસર રજીસ્ટર્ડ છે, તેને મળતી સહાય ઈન્કમટેક્ષથી મુકત છે.
આ મારક પાછળ જે કઈ નામી અને અનામી સ્વપ્નદષ્ટાઓએ સ્વપ્ન સર્જાવ્યું છે. તેને સાકાર કરવાની જવાબદારી માત્ર ગુરુભકતની નહિ પણ સમગ્ર સમાજની છે.
રાષ્ટ્રીય સ્તરે આ ભવ્ય સ્મારક જૈન જગતને ગૌરવ લેવા જેવું અનુપમ અમર સ્મારક બનશે. આ ભવ્ય કલાત્મક સ્મારકની જવાબદારીમાં સૈએ સહભાગી થઈ યથાશકિત સાથ સહકાર આપવો જોઈએ. આ અમર સ્મારક માટે દાનની વર્ષા થશે અને જગતમાં આ સ્મારક સદૈવ પ્રેરણા સ્રોત બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org