________________
૩૨૪
જિનશાસનન
મારકના કાર્ય માટે કંઈ જ કરવાનું બાકી રાખેલ નથી.
શિલાન્યાસ પ્રસંગે જગલમાં મંગલની જેમ, સમારકની જમીન ઉપર દરેક સુવિધાવાળું વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું હતું. ભારતના અનેક સ્થળોએથી હજારો ભાવિકે માટે વિશાળ વ્યવસ્થા ઊભી કરવા પંજાબના શ્રી સંઘની દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની ઉત્કૃષ્ટ શ્રદ્ધા ભકિત અને વિશિષ્ટ કાર્ય શકિતના સુભગ દર્શન થયાં તે ચિરસ્મરણીય રહેવા ઉપરાંત સૌને માટે દાખલારૂપ રહેશે. આ પ્રસંગે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું ચાવીસમું અધિવેશન સૌજન્યમૂર્તિ અને આ
સ્મારકના પેટ્રન દાતા શ્રી દીપચંદભાઈ ગાડીના અધ્યક્ષસ્થાને મળ્યું હતું.
ઉતર ભારતનું દર્શનીય તીર્થધામ
દિલ્હીના રૂપનગરમાં આવેલ જિનપ્રાસાદથી બાર કિલેમીટર દૂર અમૃતસર જતાં ગ્રાંડ ટૂંકરેડ ઉપર એકતાલીસ હજાર મીટર જેટલી વિશાળ પટ ભૂમિ પર આજની અને આવતી કાલની પેઢી માટે વલ્લભ સ્મારક રૂપ એક ભવ્ય અર્વાચીન તીર્થધામનું નિર્માણ થઈ રહ્યું છે.
આ સંસ્થાના આદ્ય પ્રેરક પરમ ઉપકારી નવપ્રવર્તક આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ આ સદીની સંતપરંપરામાં યુગ પુરૂષ અને અસાધારણ જન સેવાને વરેલ વંદનીય વિભૂતિ હતા. વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક સંસ્કાર સંપ, સંગઠન અને સમાજોત્કર્ષ માટે રચનાત્મક પ્રવૃત્તિ એમનું ત્રિમુખી જીવનવ્રત આ મહાન આચાર્યની સમગ્ર જીવનની ગૌરવવંતી યશ ગાથા છે. એમના વિચાર વાણી અને વર્તન એ માટે એક રૂપ બની ગયા હતાં અને એ બધાયના કેન્દ્ર સ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org