________________
કર ૨
જિનશાસનરત્ન સં. ૨૦૨૯નું ચાતુર્માસ દિલ્હીમાં કરવાનો આદેશ આપ્યો ધન્યતા અને પૂરા ઉલ્લાસથી પોતાના ગુરુદેવની આજ્ઞાને સહર્ષ સ્વીકાર કરીને ઉનાળાને વિહાર અને ટૂંકા સમય વગેરેનો જરાય વિચાર કર્યા સિવાય તેઓ દિલ્હી પહોંચી ગયા અને તેમને સેંપવામાં આવેલ જવાબદારી પૂરી કરવાના કાર્યમાં પૂરી એકાગ્રતાથી લાગી ગયા.
સ્મારકનું કાર્ય ઝડપી બને અને કાર્યકરોના ઉત્સાહમાં ભરતી આવે તે સમ્યક હેતુથી નિર્ણત ભૂમિ લેવાય તે માટે પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજ સતત પ્રેરણા આપતા રહ્યાં. પરિણામે એક વર્ષમાં જ દિલહી રૂપનગરથી વીસ કીલોમીટર ગ્રાંટ ટૂંક રેડ જેવા ધેરી માર્ગ પર સત્તાવીસ હજાર ચોરસ મીટર જમીન ખરીદવામાં આવી. અને પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી મહારાજે એ જમીન જોઈને ખૂબ પ્રસન્નતા દર્શાવી આશીર્વાદ આપ્યા. આ ભૂમિ ઉપર થનાર ભવનના નકશા તૈયાર કરાવી સંબંધિત સત્તાવાળા સાથેની જરૂરી કામગીરી પૂરી કરવામાં ચારેક વર્ષ લાગી ગયાં. તે દરમિયાન આ જમીનને લગોલગની બીજી ચારેક હજાર ચોરસ મીટર જમીન પણ ખરીદી લેવામાં આવી. એકત્રીસ હજાર ચોરસ મીટર જમીન ઉપર થનાર સ્મારક ભવનમાં યુગવીર આચાર્યશ્રીના ઉદાર અને કેપકાકર જીવનને અનુરૂપ ધ્યાન-અધ્યયન-સંશોધિત-જનસેવા જેવી અનેક વિધ પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. સાથે સાથે કલાત્મક જિનાલય અને પર્યટક કેન્દ્રનું નવનિર્માણ થઈ રહેલ છે.
આ સ્મારક માટે શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ નામક ટ્રસ્ટની સ્થાપના કરી રજીસ્ટર કરાવેલ છે અને આ કાર્ય માટેની સહાય ઈનકમટેકસથી મુકત છે. સ્મારકની
જના માટે આ ટ્રસ્ટના પેટ્રન જૈન સમાજના કર્ણધાર અને જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ લાલભાઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org