________________
જિનશાસનરત્ન
૩૦૩
માદન મળેલ છે. ભારતીય અને જૈન શિલ્પકળાને સુંદર નમૂના અને એ માટે શેઠ શ્રી આણ ંદજી કલ્યાણજીની પેઢીના પ્રખ્યાત સ્થપતિ શ્રી અમૃતલાલ ત્રિવેદી, શ્રી ચદુલાલ ત્રિવેદીએ સ્મારકના બાંધકામની જવાબદારી સંભાળી છે.
આંધકામની નકકર ભૂમિકા તૈયાર થતાં યુગવીર આચાય મહારાજના વમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય ઈન્દ્ર દિન્નસૂરીશ્વરજી મહારાજની આશા અને આશીર્વાદથી પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ આદિના સાનિધ્યમાં પરમ ગુરૂભકત લાલા રતનચંદજી રિખવદાસના શુભ હસ્તે તા. ૨૭-૭-૧૯૭૫ના મગળ દિને ભૂમિપૂજન ઉલ્લાસપૂર્વક થયું હતું. ભારતના જૈન સમાજના અગ્રેસરે અને શ્રાવક-શ્રાવિકાની દસ હજાર ઉપરનો માનવ મેદનીની ઉપસ્થિતિમાં પૂ. શ્રી મૃગાવમીશ્રીજી મહારાજ અને તેઓના ચાર શિષ્યાની નિશ્રામાં તા. ૨૯-૧૧--૭૯ના રોજ ધર્માત્મા અને અનન્ય ગુરૂભકત લાલા ખેરાતીલાલાજી અને એમના કુટુંબીજનેાના વરદ હસ્તે શિલાન્યાસ થયા હતા.
પૂ. મૃગાવતીશ્રીજી મહારાજની વ્યવહાર કુશળતા, સમ અને પ્રભાવશીલતા અને ભકિત પરાયણતાને લીધે આ કા માટે આશરે દોઢેક કરોડની રકમોનાં વચનેા મળી ચૂકયાં છે. દાતાઓને એકી સાથે માટી રકમ ભરવાના ભાર વેહવેા ન પડે તે માટે પૂ. આચાર્યશ્રીની ૮૪ વર્ષની આયુ દૃષ્ટિમાં રાખીને ૮૪ માસના હપ્તાથી ભરવાના વ્યહારૂ માર્ગ સૂચવેલ છે, જે તેઓશ્રીની વ્યહારદક્ષતા અને દૂરગામી દૃષ્ટિનું સૂચન કરી એમના પ્રત્યેના આદર ભાવમાં વધારો કરે છે. નિર્માણુપંથે આગળ વધી રહેલ આ સ્મારક માટે પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ, શિષ્યા પૂ. શ્રી સુજેષ્ઠાશ્રીજી પૂ. શ્રી સુત્રતાશ્રીજી મહારાજ અને પૂ. શ્રી સુયશાશ્રીજી મહારાજે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org