________________
શ્રી વિજય વલ્લભસૂરિ સ્મારક–દિલહી
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંસ્થાપક પરમ ઉપકારી આદ્યપ્રેરક નવયુગદટા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજે જિન મંદિરે, શિક્ષણ સંસ્થાઓ, અને વિદ્યામંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી તે સદાય જીવંત રહે તેવું યોગદાન આપેલ છે. માનવ માત્રના કલ્યાણ અને ઉત્કર્ષ માટે તેઓશ્રીએ પિતાનું જીવન સમર્પિત કર્યું હતું. સમાજ હિતના કાળ, ભાવ અને ક્ષેત્ર અનુસાર યુગવીર આચાર્યશ્રીએ મહત્ત્વપૂર્ણ નિર્ણયે લઈ ધર્મ અને સમાજની યશપતાકા લહેરાવી છે. પચ્ચીસ વર્ષ પૂર્વે ધર્મ અને સમાજને યશપતાકા લહેરાવી છે. ૩૧ વર્ષ પૂર્વે ધર્મ અને સમાજને સમુત્કર્ષ ઈચ્છનાર વીર વ્રતધારીના દેવળેક સમયે આચાર્ય ભગવંતની યશગાથા અમર રાખવા એક ભવ્ય વિવિધલક્ષી કલાત્મક મારક ઊભું કરવાની જવાબદારી ગુરુભક્તિ અને ગુરુરાણ મુક્તિની નિર્મળ ભાવનાથી પ્રેરાઈ આ પ્રવૃત્તિ કાર્યાન્વિત કરવાનું કાર્ય પંજાબની શ્રી આત્માનંદ જૈન મહા સભાએ ઉલ્લાસથી સ્વીકારી ઋણ ચૂકવવાની અપૂર્વ તક મળવાથી ધન્યતા અનુભવી હતી.
આચાર્ય પ્રવરના સમુચિત ચિરંતન સ્મારકનું વિચાર બીજ ખમીરવંતું હતું. ૧૭-૧૮ વર્ષ જેવા લાંબા સમય દરમિયાન કશી જ પ્રવૃત્તિ થવા ન પામી. - આચાર્ય ભગવંતના પટ્ટધર પ્રશાંત સ્વભાવી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે પોતાની દીર્ઘદૃષ્ટિથી સમય પરિપકવ થવાનું જાણી લીધું અને આ કાર્ય પૂરું કરવાની જવાબદારી કેને સેંપવી તેને નિર્ણય સાત વર્ષ પૂર્વે કરી લીધે.
વડોદરામાં પિતાના સમુદાયના સાધ્વીજી પૂજ્ય શ્રી શીલવતી મહારાજના શિષ્યરના મહત્તરા પૂ. શ્રી મૃગાવતી શ્રીજી મહારાજને આ કાર્યને સાકાર કરી સત્વર વેગવાન બને તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org