________________
જિનશાસનરત્ન
૩૨ ૫
બિરાજતી હતી નિર્મળ સાધુજીવનની અપ્રમત્ત આરાધના ઠેર ઠેર વિસરી ધર્મ સંદેશ અને સમાજોત્કર્ષનો પ્રાણરૂપ સંદેશ સર્વત્ર પ્રસરાવી તેઓએ સાધુ જીવનને ધન્ય બનાવી આચાર્ય પદને ચરિતાર્થ કર્યું હતું. દિવંગત આચાર્યશ્રીના સમાજ ઉપર અનેક ઉપકારો છે. રખે કેઈ માને કે સંવેદનશીલ, કરુણ પરાયણ અને ભકિતસભર જેવાં આ આચાર્ય સમાજના એક્કસ વર્ગ કે પ્રાંતના જ હિતકારી પ્રવૃત્તિ પ્રાજક હતા. સૂર્ય ચંદ્ર સમાન સૌ જીવોના જીવનસાધક વિવત્સલ સંતને દરેક પ્રદેશ સાથે હિતકારી આત્મીયતા હતી. આ રીતે આ કાર્યવાહી આચાર્ય શ્રી વિજય વલભસૂરીશ્વરજી મહારાજનું માત્ર સ્મારક ન બની રહેતાં જૈન સંસ્કૃતિનું પ્રેરક બળ બની રહે તે માટે ભારતના દરેક પ્રાંતના જૈન સંસ્કૃતિ પ્રેમીઓને સાથ અને સહકાર મળેલ છે. તેના પરિણામ રૂપ આ સ્મારકના ટ્રસ્ટીઓ દરેક પ્રાંતનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શ્રી શ્રેણીકભાઈ કસ્તુરભાઈ લાલભાઇ, શ્રી જે. આર. શાહ અને શ્રી દીપચંદ એસ. ગાડી જેવા કર્તવ્યપરાયણ કાર્યકરે આ ટ્રસ્ટના સંરક્ષક છે.
ઉત્તર ભારતનું એક અદ્વિતીયદર્શનીય સ્થળ બનાવવા સાથે યુગવીર આચાર્યશ્રીના લોકપકારક જીવનને અનુરૂપ જૈન ધમ દર્શનના અભ્યાસ અને સંશોધન કેન્દ્ર, પ્રાકૃત-સંસ્કૃત વિદ્યાપીઠ, ભારતીય ધર્મદર્શન અંગે તુલનાત્મક અભ્યાસ કેન્દ્ર જૈન અને સમકાલીન સ્થાપત્યનું સંગ્રહાલય, ગ સાઘવા કેન્દ્ર, જનઉપયોગી સાહિત્યની સુરક્ષા, પ્રાકૃતિકચિકિત્સા પર સંશોધન, મહિલા ઉપયોગી પ્રવૃત્તિઓ, વૈદ્યકીય રાહત વગેરે અનેક કાર્યવાહીનું અખિલ ભારતીય સ્તરે આ સ્થળ મહત્વનું કેન્દ્ર બનશે.
સાધુ-સાધ્વીઓના સ્વાધ્યાય અને વિશિષ્ટ અભ્યાસ માટે સુવિધા રહેશે. એકંદર વલ્લભ સ્મારક યુવા પેઢીની આકાંક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org