________________
૨૮૮
જિનશાસનન વિરાટ વ્યક્તિત્વના સ્વામી
સુનિશ્રી નગરાજજી
ડી.લિટું મુંબઈથી વિહાર કરી અમે વડેદરા પહોંચ્યા. સંજોગવશ પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરિજી પણ એ અરસામાં વડેદરા આવી પહોંચ્યા. સહજરૂપે મિલન થઈ ગયું. મેં ભગવાન મહાવિરના ૨૫૦૦મા નિર્વાણ મહત્સવની રૂપરેખા તેમને દર્શાવી અને વે. મૂર્તિપૂજક સંપ્રદાય તરફથી આપનું નામ આપવાની મારી ભાવના દર્શાવી. તેઓ તે સરલ હતા. આવા શુભ કાર્યમાં હું મારા નામનો નિષેધ કેમ કરી શકું. મેં કહ્યું પણ આ મહોત્સવ પ્રસંગે ચારે સંપ્રદાયના આચાર્યે દિલ્હીમાં હોય તે જરૂરી છે. આપશ્રી પહોંચી શકશે. તેમને જવાબ સાંભળી હું દિંગ થઈ ગયો.
તેમણે કહ્યું–‘હું વૃદ્ધ છું પહોંચવાનો પ્રયત્ન કરીશ. તેમ કરતાં માર્ગમાં આ શરીરને અંત આવી જાય તે એના જેવું રૂડું શું ! ભગવાન મહાવીરના નિર્વાણસમારોહમાં રાષ્ટ્રીય સંમેલનમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવા જતાં જતાં શરીગંત થઈ જાય એ તે મારે માટે વિશેષ સૌભાગ્યની વાત હશે.”
આચાર્ય સમુદ્રસૂરિજીના ઉપરના ઉદ્ગારે સાંભળીને તેમના વિરાટ વ્યક્તિત્વનું દિગ્દર્શન મને થયું. સમાજ ઉન્નતિના પ્રેરણાદાતા
સાધ્વીશ્રી નિર્મલાશ્રીજી
એમ. એ, સાહિત્ય રત્ન હું માત્ર આચાર્યશ્રીના નામથી પરિચિત હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org