________________
જિનશાસનરત્ન
વિશાળ વ્યકિતત્વના ધની
–આ. વિજયઈન્દ્રન્નિસૂરિજી ગુણેના ભંડાર, જિનશાસનરત્ન, રાષ્ટ્ર સન્ત, શાંતતપોભૂતિ આ. વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના દિલમાં ગુરુદેવે પ્રતિ અખૂટ શ્રદ્ધા હતી. કેઈ કામની સંભાવના ન હોય ત્યારે વારંવાર કહેતા-ગુરુદેવની કૃપાથી સફળ થશે જહું કેણ માત્ર!
મહાવીર શતાબ્દી પ્રસંગે તાંબર-સ્થાનકવાસી-દિગંબર તેશપંથી બધાએ મળીને કલ્પનાતીત કાર્ય કર્યું. લેકે તે દંગ રહી ગયા, માને કેઈ દિવ્ય શક્તિએ જ કામ કર્યું. શેભાયાત્રા તે એવી આકર્ષક હતી કે ત્રણ માઈલ લાંબું જલુસ આજ સુધી કદી નીકળ્યું નહોતું. આપને વાત્સલ્ય ભાવ નાના મેટા, શ્રીમંત–ગરીબ-બધા પર એક સરખે રહેતે. મારા તરફ તે તેમને પ્રેમ ભર્યો વાત્સલ્યભાવ હતું. તેમના ગુણોથી મધુર મધુર સુગધ દૂર સુધી જતી અને હજારે ગુરુભક્તો તેનાથી આકર્ષાઈને દર્શને પધારતા અને ગુરૂદેવ બધા પર મંગળ આશીર્વાદ વરસાવતા. ૮૬ વર્ષની ઉંમરમાં દીવાળીને અઠ્ઠમ અને સૂરિમંત્ર જાપ કરતા હતા. પોતાના શરીરની કદી પરવા કરી નથી. આખા પંજાબમાં ગામેગામ પાવન પગલાં કરતાં કરતાં ત્રષિકેશ, હરદ્વાર અને લક્ષમણ ઝૂલા થઈ મુરાદાબાદ પ્રતિષ્ઠા કરી અને પુષ્પ શૈયામાં પોઢી ગયા. આવી દિવ્ય વિભૂતિ હજાર વર્ષે એક જ પાકે. હજાર હજાર જીભેથી પણ સંતના ગુણ નથી ગાઈ શકાતા. પૂજ્ય ગુરુદેવ એવા સંયમી પુરુષ હતા કે જેના દર્શન માત્રથી કામદેવના હાથથી પુષ્પ ધનુષ છૂટી જતું હતું, વાસનાઓ વનમાં પિતાના મસ્તક છૂપાવતી હતી. પાપ તાપ સ્વત: શાંત થઈ જતા હતા, તેમના તપની ઉગ્રતામાં પાપ ભસ્મીભૂત થઈ જતાં હતાં અને તેમના સંયમ સૂર્યના પ્રકાશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org