________________
જિનશાસનરત્ન
- ૨૮૭ એક તે સામાજિક એકતાની ઉત્કટ ભાવના હતી. તેઓ હમેશાં ઉદાર ચરિત રહ્યા. તેમના મનમાં સંકીર્ણતા હતી જ નહિ. સ્થાનકવાસી વગેરે બધી પરંપરાના સાધુ મુનિરાજે સાથે ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી સંપર્ક સ્થાપિત કરતા રહેતા હતા.
હું એ દિવસ ભૂલ્યા નથી જ્યારે આચાર્ય શ્રી લુધિયાણાના જેન સ્થાનકમાં જૈનધર્મ દિવાકર આચાર્ય સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી આત્મારામજી મહારાજને મળવા પધાર્યા હતા. મારા પરમનેહી ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તેમની સાથે હતા. એ વખતનું દશ્ય હૃદયંગમ હતું. બન્ને આચાર્યો કેટલીય નેહપૂર્ણ વાત કરી રહ્યા હતા તે પ્રસંગ પ્રેરક બની ગયું હતું. આ બન્ને મહાપુરુષની સનેહભરી વાતેથી મારા હૃદયમાંથી એ ભાવ નીકળી રહ્યો હતે કે આ આચાર્ય યુગલની જેમજ તેના અનુયાયીઓ પણ સામ્પ્રદાયિકતાની તંગ ગલીઓમાંથી બહાર નીકળી સમાજનું ભવિષ્ય ઉજવળ બનાવવાને માટે કેઈ નક્કર કદમ ઉઠાવે.
રાષ્ટ્રસન્ત આચાર્ય દેવને મારા પર ભારે કૃપા ભાવ હતે. જ્યારે જ્યારે તેમની સેવામાં ઉપસ્થિત રહેવાને અવસર મળતે ત્યારે ત્યારે મેં એ અનુભવ કર્યો કે આચાર્યશ્રી જેને ના બધા સંપ્રદાયમાં એકતા સ્થાપિત કરવાની ઉત્કટ ભાવના રાખે છે.
પૂજ્ય આચાર્યશ્રીના જીવનેદાનમાં મેં અનેક સુગંધી પુપે નીરખ્યા છે. પરંતુ બધાથી ઉત્તમ સુગંધીત પુષ્પ તે જેની બધી પરંપરાઓમાં અકય સ્થાપન કરવાની મંગલમયી ભાવનામાં દશ્યમાન થતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org