________________
જિનશાસનરત્ન
૨૮૩
રામમાં વસી ગયા હતા: સાચે જ તેએનું સમગ્ર જીવન અને કાર્ય સમતારસના સ્થિર, ધીર, ગાંભીર સરાવર સમુ બની ગયું હતું, અને ભગવાન શ્રી તી કરે ઉપદેશેલી ‘સમયા એ સમણા હાઇ” સમતા વડે જ શ્રમણ થવાય અને વસમસાર સમણાં’ ઉપશમ એજ શ્રમણુપણાને સાર છે, એ શ્રમણુજીવનના મહિમા વર્ણવતી ઉક્તિએ આચાર્ય મહારાજના જીવનમાં પૂરેપૂરી ચિરતા થયેલી જોવા મળતી હતી. આવી દાખલારૂપ સમતભરી સાધુતાનું જાણે એમને ઇશ્વરી વરદાન મળ્યું હતુ પણ એ માટે અમણે કેટલી ખધી સહનશીલતા, સત્યપ્રિયતા અને ઉદારતા કેળવવી પડી હશે ! એતે એમનું મન જ જાણતું હશે.
વિચાર વાણી અને વનરૂપે પ્રકટ થતા સમગ્ર જીવન વ્યવહારને અહિંસા, સયમ, તપ અને સત્યના પ્રકાશથી આલેક્તિ કરતી આવી સમતા ધરાવતી વ્યક્તિએ શ્રમણુ સમુદાયમાં વિરલ ગણાય એટલી ઓછી છે, અને એમાં સ્વ. આચાર્ય મહારાજનું સ્થાન પ્રથમપક્તિમાં અગ્રસ્થાને થેાલી રહ્યું છે. સમતાની આવી સાધનાના જ એ પ્રતાપ હતા કે એમના વ્યવહાર વનમાં ક્યારેય કડવાશ, ક્રોધ કે કલેશ-દ્વેષની વૃત્તિ જોવા મળતી ન હતી અને એમના પરિચયમાં આવનારના મન ઉપર એમના થ્યાત્મા હળુકમી, અલ્પ કષામી, સરળ, ભરિણામી અને નિખાલસ હાવાની છાપ પડયા વગર ન રહેતી. એમના જીવનનુ આજ સાચું આંતરિક બળ હતુ' અને પેાતાની આવી ગુણિયલતાને લીધે તીર્થંકર ભગવાનની જીવમાત્ર સાથે મૈત્રીભાવ સાધવાની અને કેઇ પણ જીવ પ્રત્યે વૈવિરેધના ભાવ ન રાખવાની” આજ્ઞાનું સારા પ્રમાણમાં પાલન કરી શક્યા હતા, અને પેાતાની જીવન સાધનાને શુષ્કતાથી મુક્ત રાખીને, પ્રસન્ન મધુર બૈરાગયથી વિશેષ અહિંસા કરુણા અને વાત્સલ્યમય બનાવી શક્યા હતા. એમની આવી વાત્સલ્ય સભર સાધુતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org