________________
૨૮૨
જિનશાસનરત્ન એક્તાને ચમકા થયે. આ બધાનું શ્રેય આપણા જિનશાસનરત્ન શાંતમૂતિ આચાર્યને ઘટે છે. તેમના મિશનને અને ભાવનાએને સાકારરૂપ આપવા માટે પ્રયત્નશીલ રહીએ એ આપણું દિવંગત આચાર્યશ્રી પ્રતિ સાચી શ્રધ્ધાંજલિ ગણાશે!
–શ્રી ધર્મપાલ ઓસવાલ, પ્રધાન-મહાસભા.
સમતા મૂતિ આચાર્યશ્રી વિજ્યસમુદ્રસૂરીશ્વરજીને નિર્મળ અખંડ અને અપ્રમત્તી સંયમની આરાધના કરીને અને પિતાનાં મન, વચનકાયાને ધમસેવા, ગુરુસેવા, સંઘ-સમાજસેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કરીને પૂર્ણરૂપે કૃતાર્થ થઈ ગયા. પણ આપણને સદાય શુભવૃતિ અને પ્રવૃત્તિના મંગળ માર્ગનું દર્શન કરાવતે એ પ્રકાશમાન દીપક બુઝાઈ ગય! હવે તે, સ્વર્ગસ્થ આચાર્ય શ્રીની સર્વનું કલ્યાણ કરવાની એ પ્રેરણા, ઝંખના અને અવિરત પ્રવૃત્તિ એનું જ સ્મરણ અને અનુકરણ કરવાનું રહે છે. અને એ બાબત એમની કીર્તિકથા પણ બની રહેવાની છે.
આચાર્ય મહારાજને સૌથી મોટો આગળ તરી આવતે અને એમના સર્વગુણેને વધારે શેભાયમાન બનાવતે ગુણ હતે. સમતાને. એમની અણિશુદ્ધ નિરતિચાર અને સતત જાગ્રત સંયમ સાધનાની સફળતાના આહલાદકારી દર્શન એમના આ ગુણમાં પણ થતાં હતાં. એમ લાગે છે કે શારીરિક અવસ્વસ્થતા, આંતરબાહય સંગેની પ્રતિકૂળતા, નિંદા-સ્તુતિમાં ચિત્તને આવેશ કે હર્ષમાં ખેંચી જાય તેવા પ્રસંગે એવાં એવાં સબળ નિમિત્ત આવી પડવા છતાં તેઓના સમભાવમાં કયારેય ખામી આવવા પામી ન હતી. આવા આકરી અગ્નિપરીક્ષાના સમયે તે ઉલ્ટો એમને સમતાગુણું વધારે પ્રકાશી ઉઠતે હતે. એમ લાગે છે કે સમતાને આ ગુણ એમના રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org