________________
૮૦
જિનશાસનરત્ન
તે ગુરુ વલ્લભના પથના સાચા રાહબર હતા. ધાર્મિક એકતા, દીન દુઃખીઓની સહાયતા, તેમજ ધાર્મિક જાગૃતિને માટે પિતાનું સમસ્ત જીવન અર્પણ કરી દીધું હતું. આજના યુગમાં બધા સંપ્રદાયે પરસ્પરનાં સૌહાર્દના તેઓ મુખ્ય પ્રેરક હતા. તેમણે જૈનશાસનની ખૂબ સંભાળ કરી. આપણું શિક્ષણ સંસ્થાએના તેઓ મુખ્ય પ્રેરણાસ્ત્રોત તેમજ માર્ગદર્શક હતા, આવા ગુરુદેવના ચરણમાં અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ તેમજ કેટ કેટિ વંદન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
મુંબઈ
ભવિષ્યદષ્ટા ગુરુ વલ્લભે જાણ્યું કે સમય બદલાય છે. શાસન પ્રભાવનાને સૂર્ય ચમકશે ત્યારે સંઘના સમુત્થાન મેગક્ષેમ માટે કુશળ માળીની જરૂર રહેશે અને એ યુગ પુરુષે પિતાનું ઉત્તરદાયિત્વ આચાર્ય વિજ્યસમુદ્રસૂરીને પિતાના પટ્ટાલંકાર બનાવીને સેંપ્યું અને એ માળીએ ૮૬ વર્ષ સુધી ગામે ગામ શહેરે શહેરના હજારો માઈલના વિહાર કરીને ગુલશન હર્યોભર્યો બનાવ્યું.
દિલ્હીમાં ચારેય સંપ્રદાયોએ જ નહીં પણ બધા સંપ્રદાયએ આપનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું. ભારત સરકારે પણ આપનું હાર્દિક સ્વાગત કર્યું. અને રાષ્ટ્રસંત કહેવાયા. લુધિયાણું આપનું સ્વાગત-પ્રવેશત્સવ અભૂતપૂર્વ હતે. આપની દિવ્યપ્રેરણાથીજ લુધિયાણુ–પટિયાલા-ચંડીગઢ, ભટિન્ડા, જાલંધર, હોંશિયારપુર, અમૃતસર, ફિરપુર આદિનગરમાં સરકાર તરફથી વિશાલ સ્તર પર મહાવીર સ્મારકે થયાં અને જૈનસંઘેએ તેમાં સહકાર આપ્યો. આપ તે ઉદારમના, ભક્તવત્સલ, કરુણમૂર્તિ મહાન સંત હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org