________________
જિનશાસનરત્ન
૨૭૯ આપનું હદય ખુલલા પુસ્તકની જેમ નિષ્કપટ તેમજ નિર્મળ હતું. બધાને માટે તેમનું દ્વાર હંમેશને માટે ખુલ્લું રહેતું. અન્ય સમુદાયને માટે પણ તેઓ હંમેશાં ઉદારદિલના હતા. તેમનું સમગ્ર જીવન સરળતા અને આત્મીયતાથી ભર્યું ભર્યું હતું. તેમાં વલ્લભ પ્રચનના ત્રણ ભાગેનું પ્રકાશન થયું અને મેં પૂર્ણ સહયોગ આપે ત્યારે તેમને અત્યંત આનંદ થયે અને વલ્લભ શતાબ્દીના અવસર પર “સર્વધર્મ સમભાવી પદની વિભૂષિત કર્યો. કેવી અદમ્ય ઉદારતા!
તેમનું નિધન જૈન સમાજના સમસ્ત ફિરકાઓ માટે જ નહિ પણ જૈનેતર સમાજને માટે પણ દુઃખદ બની ગયેલ છે. તેની પૂર્તિ નિકટના ભવિષ્યમાં થવી મુશ્કેલ છે. તેમના ચરણમાં શત શત શ્રદ્ધાંજલિ.
–વિદ્વદુવર્ય મુનિ નેમિચંદ્રજી
હે માનવતા કે દિવ્ય દ્વાર,
હે જગતિતલ કે દિવ્ય દ્વાર, હે સબ સંતે મેં દર્શનીય
યુગ યુગ તવ ગાથા વર્ણનીય, તુમહી “સમુદ્ર' હા અગ્રણીય
તુમ હે સબસે ભાવનીય,
–શુંભુદયાલ પડેય “પ્રવીણ
સ્વ. આચાર્ય શ્રી સરલતા, સૌમ્યતા, કરુણા, નિષ્કલતા, વિનમ્રતા, તેમજ વિવેકશીલતા જેવા ગુણોથી સભર સાક્ષાત્ મૂર્તિ હતા. તેઓ સાધુતા અને શ્રમણ જીવનના સર્વોત્તમ પ્રતીક હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org