________________
૨૮૪
જિનશાસનરત્ન
પ્રભાવ એમના અનુરાગીઓ ઉપર તથા એમનાથી અપરિચિત જૈન જૈનતર વ્યાપક જનસમુહ ઉપર પડતે જ, ઉપરાંત એમના પ્રત્યે વિરોધને ભાવ ધરાવનાર વ્યક્તિનું મન પણ એથી શાંત - થઈ જતું અને એની ઉગ્રતા શમી જતી. નાના મેટા-પરિચિત અપરિચિત સૌ કેઈને માટે એમના મુખમાંથી નીકળતું “ભાગ્ય શાળીએ!” આ સંબંધનની પાછળ રહેલી આત્મીયતાની લાગણી ભૂલી ભૂલાય તેમ નથી.
એક વક્તા તરીકે વધુ પ્રભાવશાળી ન હોવા છતાં, જરૂરત કરતાં પણ ઓછું બોલવાની અને મૌન પળવાની એમની ટેવ હોવા છતાં તેઓ જનસમૂહ પર પ્રભાવ પાડી શક્તા, અને એની પાસે અનેક સત્કાર્યો કરાવી શકતા તે એમની આવી વિરલ આંતરિક ગુણસંપતિને કારણે જ. મૌનભાવ પ્રત્યે આવી રુચિ કેળવીને તે તેઓએ પૌતાના જન્મની મૌન એકાદશીની પર્વ તિથિને જાણે સાર્થક કરી બનાવી હતી. - ૨૦૦૯માં થાણામાં ગુરુદેવ પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા. તે બીજી બાજુ એમને ગુરુદેવના વિશ્વાસપાત્ર વજીર (રહસ્ય મંત્રી તરીકેનું અને છેવટે પટ્ટધર તરીકેનું પણ વિરલ ગૌરવ મળ્યું. તેમના રોમરોમમાં ગુરુદેવ વલ્લભનું જ નામ અને ત્રણ ધબકતું હતું. તેથી તે તે સેવામૂર્તિ હતા.
પિતાના ગુરુદેવનાં કાર્યોને આગળ વધારવાની તેમની ઝંખના–તાલાવેલી બેનમૂન હતી. શ્રી સંઘ અને સમાજને પ્રેરણા આપતી વખતે પિતાની ઊંઘ-આરામ–નાદુરસ્ત તબિયત અને વૃદ્ધાવસ્થાને પણ વીસરી જતા હતા, ભગવાન મહાવીરના પચ્ચીસેમા નિર્વાણ વર્ષની સરકારી રાહે થયેલી ઉજવણી વખતે એ સમિતિના અતિથિવિશેષ તરીકે તેઓએ વિરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org