________________
૨૨૦
જિનશાસનરત્ન
મુનિશ્રી નિત્યાનંદ વિજયજીએ જણાવેલ કે “આચાર્યશ્રી ઈન્દ્રન્નિસૂરીશ્વરજી ગુરુદેવના પ્રતિનિધિ છે. તેમની નિશ્રામાં સંગઠન બળ કાયમ ટકાવી રાખી ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરીએ એ જ ગુરુદેવની સાચી શ્રધ્ધાંજલિ છે.” - આચાર્યશ્રી વિજ્ય ઈન્દ્રદિનસૂરીજી મહારાજે જણાવ્યું કે, ગુરુદેવના કાળધર્મથી મારી જવાબદારી વધી છે. હું ગુરુદેવના રાહ પર ચાલી શકું અને દરેક પ્રત્યે વાત્સલ્યભાવ રાખી શકું એવા આશીર્વાદ ગુરુદેવ પાસે માંગુ છું. આપના બધાના સહકારની અપેક્ષા રાખું છું, અને ગુરુદેવનાં અધૂરાં કાર્યો પૂરી કરવાની શક્તિ આપણને સૌને મળે એવી પ્રાર્થના છે. ગુરુદેવની ભાવનાનુસાર સંક્રાન્તિ પર્વ નિયમિત મનાવવામાં આવે છે. તમે સૌ તેને નિયમિત લાભ લેશે એવી આશા રાખું છું.”
લાલા શાંતિસ્વરૂપજીએ સી ગુરુભક્તો વતી આચાર્ય શ્રી ઈન્દ્રજિન્નસૂરિજી મ. ને કહ્યું કે, “અમે પહેલાંની જેમ જ દરેક સંક્રાન્તિમાં આવીને ધર્મલાભ પ્રાપ્ત કરીશું. પૂ. આચાર્ય શ્રીએ નમસ્કાર મહામંત્ર વગેરે અને વૃષભ સંક્રાન્તિ સંભળાવી સૌને વાસક્ષેપ નાંખ્યું હતું. તા. ૧૫––૭૭થી મુરાદાબાદમાં આચાર્યશ્રીના કાળધર્મ નિમિત અઠ્ઠાઈ મહેત્સવ ભવ્ય રીતે ઉજવાયે. તેમજ તા. ૧રમીના રોજ વિશાળ ગુણાનુવાદની સભા મળી હતી, જેમાં સૌએ શેકાતુર હૃદયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ. વિજ્યઈન્દ્રિદિસૂરિજીની રાહબરી નીચે ગુરૂદેવના પગલે ચાલવાની ભાવના વ્યક્ત કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org