________________
૨૩૬
જિનશાસનરત્ન બહેનની આંખમાં આંસુ ઉભરાયાં. ગુરુદેવની કૃપાદૃષ્ટિથી તે ભારે સંતોષ થયો. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ તે બહેનને એક ગુરુભક્ત ઉપર ચિઠ્ઠી લખી આપી. તેમણે બહેનને સીવવાને સંચે અપાવી દીધો. તેમજ એક બીજા શ્રાવક ઉપર શ્રાવિકાશ્રમમાં દાખલ કરવા ચિઠ્ઠી લખી આપી. તેના સ્કલર તરીકે તે બહેનની પુત્રી શ્રાવિકાશ્રમમાં દાખલ થઈ ગઈ. બહેનના ગયા પછી સમાજનાં દુઃખી લેકેની સ્થિતિ પર ઘણું દુઃખ થયું. પૂજ્યશ્રીને વિચાર આવ્યું કે જેના સમાજમાં પ૦ જેટલી શિક્ષણ સંસ્થાઓ ગુરુકુળ-બાળાશ્રમશ્રાવિકાશ્રમ-વિદ્યાથી ગૃહે છે. તેમાં લગભગ ૫-૬ ચોપડી ભણતા હોય તેવાં બાળકને દાખલ કરવામાં આવે છે. એ તે સારું છે. ગ્રામજનતાના મધ્યમ વર્ગનાં બાળકોને વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ મળે છે અને સારા સંસ્કારો મળે છે. પણ મા કે બાપ વિનાનાં નાનાં બાળકને માટે એક પણ સંસ્થા જૈન સમાજમાંથી પાલિતાણું જેવા તીર્થ સ્થાનમાં એક બાલવિહાર જેવી સંસ્થા સ્થપાય જ્યાં માતાપિતાવિહેણું નાનાં નાનાં બાળકોને રાખવામાં આવે. તેમના ભજન–ખાનપાન-રહન-સહન-સુસંસ્કાર તથા બાળમંદિરમાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. સમાજના દાનવીરોમાંથી એક જ ભાગ્યશાળી આ બાળવિહારના સ્થાપક બની નિરાધાર બાળકના ધર્મપિતા બની રહે.
ત્રીજો પ્રસંગગુરુદેવ પર એક પત્ર આવ્યું. તેને સાર નીચે પ્રમાણે છે.
“કૃપાળું ગુરુદેવ ! હું ગરીબ જૈન છું. ઘરમાં એક વૃદ્ધ માતા, ત્રણ બાળકે અને પત્ની એમ છ જણ છીએ. કાપડના વેપારની નોકરી હતી ને ગુજરાન ચાલતું હતું પણ બિમારીમાં દોઢ મહિને ઘેર રહેવું પડયું એટલે શેઠે રજા આપી. મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org