________________
જિનશાસનરત્ન
૨૫૭
ફિકર ચિંતા કરશે નહિ. આપની કૃપાથી જમણે હાથ જલ્દી કામ આપતે થઈ જશે.
વડેદરાને આપને પ્રવેશ અસાધારણ ઉત્સાહપૂર્વક સંઘે કર્યો તેમ જ સ્થળે સ્થળના ધર્મ પ્રચારના સમાચાર જાણું ખૂબ ખૂબ અનુમોદના થઈ.
હોસ્પિટલ માટે પણ સારું ફડ થયું તે જાણું પ્રસન્નતા અનુભવી. આપના હાથે શાસન પ્રભાવનાના તેમજ સમાજ કલ્યાણના અનેક શુભ કાર્યો થતાં રહે તેવી શાસનદેવને મારી શુભ પ્રાર્થના છે.
ભાઈ જયન્તી તથા ભાઈ કેરા સાથે ભગવાન મહાવીરની શતાબ્દી અંગે જે સૂચના કરી તે ધ્યાનમાં રાખીશું.
હાલમાં મહારાષ્ટ્રમાં દુષ્કાળની પરિસ્થિતિ ઘણી વિકટ હોવાથી, મુંબઈના શતાબ્દી સાથે સંકળાયેલા મુખ્ય કાર્યકર્તાઓ તે તેમાં રોકાયેલા હેવાથી કામની ગતિ થેડી મંદ છે.
શેઠ કરતુરભાઈ તથા શાહ શાન્તીપ્રસાદ જૈન વગેરેની હાજરીમાં બે મીટીંગ થઈ હતી, તેમાં કેટલાક નિર્ણ લેવામાં આવ્યા છે. વિગતો પૂરી મળશે એટલે જણાવીશ.
ભગવાન મહાવીરનું ચિત્ર શ્વેતાંબર-દીગંબર બન્નેની માન્યતાઓને માન્ય રાખીને તૈયાર કરાવાય અને સંયુક્ત રીતે તે પ્રકાશિત થાય તે અંગે તથા જૈન ચિત્રકળાના અન્ય પ્રકાશન અંગે કેટલીક વિચારણુ શ્રી શાંતીપ્રસાદ સાથે થઈ હતી. * આ કાર્યની જવાબદારી તેમની ઈચ્છા પ્રમાણે મારે લેવી જોઈએ પરંતુ મારી પાસે કાર્યનું ભારણ અને બેજ એટલે બધે છે કે નવી જવાબદારી લેવા મન ઉત્સાહિત ન થાય એ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org