________________
૨૭૨
જિનશાસનરત્ન
યથા નામ તથા ગુણ અનુસાર ચરિતાર્થ તથા પૂર્ણ વિકસિત હતું. જીવનની સંધ્યાએ પણ તેમનું જીવન ગતિશીલ હતું. તેમનું જીવન દિવ્યત્વથી દેદીપ્યમાન, આભાથી આલેક્તિ તથા પ્રભાથી પ્રભાવકારી હતું. શિથિલ શરીરની પરવા કર્યા વિના શાસન પ્રભાવનામાટે સદા જાગરૂક રહેતા. અને નિરંતર કાર્યદક્ષ રહેતા. તેમના દ્વારા પ્રદર્શિત પથ પર પૂર્ણ પ્રગતિ કરીએ એ જ સાચી શ્રધ્ધાંજલિ.
-- મુનિ વીરેન્દ્રવિજય,
જે શાંત તનિધિ આચાર્યશ્રીએ જીવનભર બધાને સાથે લઈને ચાલવાને પ્રયત્ન કર્યો, જેના જીવનનું લક્ષ્ય હતુંઐકય. ઐકયથી જ સમાજનું કલ્યાણ થઈ શકે છે. માનવતાને લઈને તે માનવમન સુધી પોતાને દિવ્ય સંદેશ પહોંચાડવા ઈચ્છતા હતા. મ. બુદ્ધ કહે છે કે “એવા સાત સંત, પ્રશાન્ત મુનિ ન કદી ઉત્પન્ન થાય છે ને કદિ મરણ પામે છે. ન કદી જીર્ણ થાય છે. ન કદી કુપિત થાય છે, ન કદી ઈચ્છા કરે છે. એ ખરેખર “ઉચ્ચ” “દિવ્યામાં છે. એવી દિવ્યમૂર્તિનાં દર્શન કરવા હોય તે સમતામૂર્તિ-ધર્મમૂર્તિ–સેવામૂર્તિ-શાંતમૂતિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિને યાદ કરે.
–મુનિ જયાનંદ વિજય.
સમાજ સેનાના સેનાપતિ, જૈનજગતના શિરેમણિ, ચતુર્વિધ સંઘના સમુધ્ધારક, ગુરુદેવના પુણ્યપ્રતાપી પટ્ટધર, ગુરુચરણ સેવી, ક્ષમામય મેરૂ, જ્ઞાન અજુદાની, જેની રેમરોમમાં ગુરૂદેવનું નામ અંકિત હતું. જેણે પિતાનું આખું જીવન જિનશાસન સેવા, પ્રાણીમાત્રના ઉધ્ધારને માટે છાવર કર્યું હતું એ મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org