________________
૨૭૦
જિનશાસનરન
સમુદ્રપ્રશસ્તિ–
સંયમની આરાધનામાં તરપર. જૈન શાસનના ભૂષણરૂપ અને સાગર સમાન ગંભીર આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વર તા. ૧
અહંકાર આદિ શત્રુઓને જીતનાર, ઉત્તમ આચારમાં તત્પર, જ્ઞાનધીર. શાસ્ત્રાભ્યાસી, ગુરુભક્ત અને વિવેકપૂર્ણ આચાર્ય હતા. ૨
આચાર્યશ્રીના સ્વર્ગવાસથી જૈન શાસન અનાથ બની ગયું છે. બધા જૈન-ગુરુભકતે શેકાતુર બની ગયા છે. સાધુસંઘ પણ વિહવલ થઈ ગયેલ છે. ?
ભાવભાવને શ્રી તીર્થકર પણ ટાળી શક્તા નથી. આ પ્રમાણે જ્ઞાન દષ્ટિએ વિચારીને કલ્યાણકારી બધાં કાર્યો કરતાં રહેવું જોઈએ. ૪
જોકે સૂરીજી હવે આપણી સામે સદેહે નથી પરંતુ તેમને યશેદેહ તે આ જગતમાં હંમેશાં તે માટે વિજયવંત રહેશે. ૫
–પં. બેચરદાસ દેશી
અમદાવાદ,
આચાર્ય શ્રી બાલબ્રહ્મચારી, મનસ્વી, મહાન તપસ્વી ગીરાજ, મહાન ત્યાગી, હિતૈષી, વિદ્યા–પ્રચારક અને પ્રસારક,
અહિંસા પરમોધર્મના મહાન પૂજારી, શાંતમૂતિ, સાચા ગુરુભક્ત, કટ્ટર રાષ્ટ્રપ્રેમી, ભગવાન મહાવીરની વાણીના મહાન ઉપદેશક, જિનશાસનરત્ન ભારતના ખૂણે ખૂણે હજારે ગુરુભક્તો તેમની યશોગાથા ગાઈ રહ્યા છે.
–શ્રી જ્ઞાનચંદ જેન, માલેર કેટલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org